ચીલ ઝડપથી બચવા આટલું ખાસ ધ્યાન રાખો..

હિન્દ ન્યુઝ, સુરત

👉 જાહેર સ્થળે જાવ ત્યારે કિંમતી દાગીના જેવા કે સોનાની ચેઈન કે ચીજવસ્તુઓ સાથે રાખશો નહીં.

👉કિંમતી ચીજ વસ્તુ સાથે ટ્રાવેલ કરવાનાં હોવ તો એકલા ટ્રાવેલ ના કરશો.

👉રિક્ષામાં મુસાફરી કરો તો પર્સ સાચવીને રાખો, જેથી કોઈ પર્સ ઝુંટવી ના શકે.

👉મંદિરમાં દર્શન સમયે ભીડનો લાભ લઈ કોઈ પર્સ ઝૂંટવી ન જાય એનું ધ્યાન રાખો.

👉કોઈ અજાણી વ્યકિત તમને વાતોમાં પોરવવાની કોશિષ કરે તો દૂર થઇ જાવ.

👉બજારમાં કે જાહેરમાં ચાલતા જાવ ત્યારે તમે પહેરેલા ઘરેણાં કે પાકીટ કોઈ ઝૂંટવી ન જાય તેની કાળજી રાખવી.

જાગૃત નાગરિક બનો…

👉ચીલ ઝડપ થાય તો મદદ માટે તરત બૂમાબૂમ કરો.

👉ચીલ ઝડપ થાય તો માણસોના વર્ણન, કપડાં અને વાહન નંબર નોંધી લેવાનો ખાસ પ્રયાસ કરશો.

👉કોઈ શંકાસ્પદ માણસ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર ડાયલ કરી જાણ કરો.

Related posts

Leave a Comment