કાલાવડ તાલુકાનાં જસાપર પ્રા.શાળા ખાતે “શિક્ષકદિન” ની અનોખી ઉજવણી 

શિક્ષકદિન” નિમિતે એક દિવસ નાં શિક્ષક

હિન્દ ન્યુઝ, કાલાવડ

         જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનાં જસાપર પ્રા.શાળા ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ. આ ઉજવણીમાં જશાપર પ્રા. શાળાનાં આચાર્ય હમીરભાઈ ભીખાભાઈ નંદાણીયા તેમજ શિક્ષકગણ મનોજભાઈ રામજીભાઈ સાવલિયા, જયેશકુમાર હીરાલાલ અગ્રાવત, જાગૃતિબેન ઉકાભાઈ કપુરીયા, દિનેશભાઈ જીવાભાઈ જીલરીયા, કિંજલબેન મનસુખભાઈ મુંગરા, મોનાબેન ગીરધરભાઈ સીદપરા, ચેતનકુમાર વિઠલભાઈ તારપરા, રાહુલભાઈ જમનભાઈ કોઠીયા ઓનાં જ્ઞાન સહાયક દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક બનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા જ્ઞાન પ્રદાન કરેલ. શિક્ષકદિન નિમિત્તે રાજકોટના રાતૈયા ગામના દાતાશ્રી દ્વારા જસાપર પ્રા. શાળાના ૨૬૦ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ આપવામાં આવેલ. પ્રા. શાળાના આચાર્ય તેમજ મદદનીશ શિક્ષકગણ દ્વારા સુંદર આયોજન કરી શિક્ષકદિનની ઉજવણી કરેલ તેમજ શાળા વતી દાતાશ્રીનો આભાર વ્યક્ત કરેલ.


Advt.

Related posts

Leave a Comment