રાજકોટ શહેર આજીડેમ પોલીસે કારમાં દારૂની ૬૫ બોટલ લઈને નીકળેલા સુરેન્દ્રનગરના શખ્સને પકડી પાડેલ છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂનું દુષણ ડામવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા સ્ટાફે કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપર બાતમી આધારે વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા તેમાંથી દારૂની ૬૫ બોટલ મળી આવતા સુરેન્દ્રનગર રતનપરમાં રહેતા અશરફ રહીમભાઈ ખલીફા નામના શખ્સની ધરપકડ કરી દારૂ, કાર સહીત ૧.૨૭.૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment