રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર વેપારીઓમાં બે ભાગ પડી ગયા

રાજકોટ,

 

રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવા મુદ્દે વેપારીઓમાં બે ભાગ પડી ગયા છે. ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઇના જણાવ્યાનુસાર તેમના આ નિર્ણયમાં સોનીબજાર, યુનિવર્સિટી રોડ, મવડી રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ સહિત કુલ.૨૦૦ થી વધુ સભ્યો આ નિર્ણયમાં જોડાશે તેવો દાવો કર્યો છે.

જ્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના પ્રમુખ દિવ્યેશભાઇ પાટડિયા જણાવ્યું હતું કે, આ અગાઉ જે સ્વૈચ્છિક લોકડાઉનનો જે નિર્ણય હતો તે મુજબ ૯-૭ થી ૧૯-૭ સુધી સવારે ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ સુધી દુકાનો ખૂલી રાખવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. ત્યારે આ સ્વૈચ્છિક લોકડાઉનને લંબાવવાનો નિર્ણય કર્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment