બાગાયત વિભાગની નવી ત્રણ યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૩ ઓગસ્ટ સુધી ખુલ્લુ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર

   જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતો ચાલુ વર્ષ 2024-25 માં બાગાયત વિભાગની નવી ત્રણ યોજનાઓ થકી લાભાન્વિત બનવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. બાગાયત વિભાગની નવી ત્રણ યોજનાઓ જેમાંં ફળ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના અને પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમની સહાય યોજના માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાંં મુકવામાંં આવી છે.

     જે માટે વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in આઈ-ખેડુત પોર્ટલ પર આગામી તારીખ 13/08/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ સાથે જરૂરી સાધનિક કાગળો અને અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતિના દાખલા (અનુસુચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સામેલ રાખવું. આ અરજીની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન- ૪, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે કચેરી સમય દરમિયાન પહોંચાડવાની રહેશે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નંબર 0288- 2571565 પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાંં જણાવવામાં આવ્યુંં છે.


Advt.

 

 

Related posts

Leave a Comment