જામનગરના બે આરોપીઓને તા.૧ જુલાઈ પહેલા ચોથા એડિ.ડ્રિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટની કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

હિન્દ ન્યુઝ, જામનગર

  રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓના આરોપી સચીનભાઇ વલ્લભભાઇ માડમ રહે. નવાગામ ઘેડ, ઈરવીન હોસ્પિટલ પાછળ, પંચાયતનગર ઓફીસની બાજુમાં, જામનગર તથા ઈમ્તીયાઝભાઈ નુરમહમદભાઇ મકરાણી રહે. ઘુવાવ ગામ, તા.જી.જામનગરને ૮૨(૨) મુજબનું વોરંટ માલવીયાનગર પોલીસ સ્ટેશન રાજકોટને મળતા સદરહુ ઈસમોના રહેણાક મકાને તપાસ કરતા હાલ આ નામ વાળી કોઈ વ્યક્તિ આ સ્થળે રહેતી ન હોય તેમ માલુમ પડતા ઉપરોકત ઈસમોને આગામી તા.૦૧-૦૭-૨૦૨૪ પહેલા ડ્રિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટ ખાતે ચોથા એડિ.ડ્રિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટની કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન જારી કરવામાં આવેલ છે.


Advt.

Related posts

Leave a Comment