શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ નવેમ્બરનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૧૧/૨૦૨૩ ને બુધવારનાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, શિહોર ખાતે પ્રાંત અધિકારી, સિહોરનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદાર એ તા.૧૦/૧૧/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, શિહોર ખાતે મોકલી આપવાની રહેશે.

 તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયેલ ન હોય તો અરજી કરી શકશે.

આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્રો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોના જરૂરી આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. આધાર વગરની અરજી ન હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક બાબતની રજુઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નિતિ વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે તેમ મામલતદાર, શિહોરની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment