જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

            ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સરમણ ભાઈ સોલંકી તથા તાલુકા વિકાસ અધિકારી રાજપુરાની ઉપસ્થિતિમાં વેરાવળ તાલુકાના તાતીવેલા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના લોકાર્પણ બાદ ગ્રામ્યજનોના પ્રશ્નોનું સમયસર અને સરળતાથી નિકાલ થશે અને લોકોની સુવિધાઓમાં વધારો થશે.

નોંધનીય છે કે, તાતીવેલા ગામે આઝાદી સમય બાદ જૂના બિલ્ડિંગને દૂર કર્યા બાદ ૨ વર્ષની કામગીરી બાદ આશરે ૧૪ લાખના ખર્ચે નવા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે.અહીં ગ્રામ પંચાયત મહિલા સમરસ છે. આ તકે તાંતીવેલા સરપંચ ડાઇબેન લખમણભાઇ ચોપડા, ઉપસરપંચ ભાનુબેન રવજીભાઈ ગાવડિયા સહિત તમામ સભ્યશ્રીઓ તથા આગેવાનો અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી

Related posts

Leave a Comment