વલ્લભીપુરમાં અરજદારોને રૂબરૂ સાંભળી તેમના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ લાવતા કલેકટર આર.કે. મહેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર

તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. હાલ આ કાર્યક્રમના સફળ 20 વર્ષની રાજ્યવ્યાપી ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત આજે ભાવનગરના જિલ્લા કલેકટર આર.કે. મહેતાના સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં વલ્લભીપુર તાલુકાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રસ્તા, પાણી અને બસ સ્ટોપ જેવા પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટે સૂચના અપાઇ

જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને વલ્લભીપુર તાલુકાના યોજાયેલ ‘સ્વાગત કાર્યક્રમ’માં કુલ 67 જેટલી અરજીઓ મળી હતી. જે સંદર્ભે કલેક્ટરએ અરજદારોને રૂબરૂ સાંભળી ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું અને મોટાભાગની અરજીનો સ્થળ પર જ તાત્કાલિક સકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવ્યો હતો. ઉપરાંત આ કાર્યક્રમમાં વલ્લભીપુર ના મામલતદાર બી.એન. કણઝરીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે SWAGAT એટલે કે સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રિવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. આ સ્વાગત કાર્યક્રમને આજે 2023ના એપ્રિલ માસમાં 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તા. 24 એપ્રિલે 21માં વર્ષમાં પ્રવેશ કરશે. રાજ્ય સરકારના છેલ્લા 20 વર્ષના સુશાસનને ચરિતાર્થ કરતા ‘સ્વાગત સપ્તાહ’ની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment