રાધનપુર જીરાના 20 કિલોના 6000 રૂપિયા નો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને જીરાના ભાવ સારા મળતા ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજરોજ ખેડૂત દિવસના દિવસે રાધનપુર માર્કેટ યાર્ડમાં 20 કિલો જીરાના ભાવ 6000 રૂપિયા ને પાર થતા રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ફટાકડા ફોડી પેંડા વહેંચી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.તેમજ ખેડૂતો અને વેપારીઓ દ્વારા રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે જે વચન આપ્યું હતું.કે ડબલ આવકનું એ સપનું આજે સાકર થતું દેખાયુ હતું. આજે જીરાના 20 કિલોના 6000 રૂપિયા નો ભાવ મળતો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment