હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લા ના રાધનપુર મસાલી રોડ પર આવેલ વીઠલ નગર પાસે મારામારી ની ઘટના, એક વ્યક્તિ ઉપર ચાર લોકોએ કર્યો હુમલો. ઘાયલ વ્યકિત દ્વારા રાધનપુર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ, ફરિયાદ ના આધારે રાધનપુર પોલીસ એ તપાસ હાથ ધરી. રાધનપુર ખાતે આવેલ મસાલી રોડ ખાતે રહેતા એક વ્યક્તિ ઉપર ચાર લોકોએ હૂમલો કરતા ઘાયલ વ્યકિત દ્વારા ચાર ઈસમો વિરૂદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ. ફરિયાદ ના આધારે રાધનપુર પોલીસ એ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
હિન્દ ન્યુઝ, અનિલ રામાનુજ, રાધનપુર