દિયોદર માં આજે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દિયોદર

          બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં આજે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો દિયોદર તાલુકા ના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો વિવિધ બેનરો સાથે ગાય ને લઈ મામલતદાર કચેરી આવી પોહચ્યા હતા અને સરકારે વર્ષ 20022 /23 ના બજેટ માં ગૌમાતા પોષણ યોજના બનાવી જેના માટે રૂપિયા 500 કરોડ ની જોગવાઈ કરવામાં આવી હતી જેને ચાર માસ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી આ યોજના ના આર્થિક સહાય ગૌશાળા કે પાંજરાપોળ ને મળી નથી. સરકારે ગાયો ના નિભાવ માટે 500 કરોડ ના આર્થિક પેકેજ ની જાહેરાત કર્યા બાદ ગૌશાળા અને પાંજરાપોળ ને દાતાઓ દ્વારા મળતી સહાય માં પણ ઘટાડો થયો છે. જેથી ગૌશાળા અને પાંજરાપોળ ના પશુઓ નો નિભાવ કરવો કઠિન બન્યો છે જેને લઈ આજે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો દ્વારા દિયોદર મામલતદાર ને આવેદન પત્ર આપી સરકારે બજેટ માં ફાળવેલ રૂપિયા 500 કરોડ ની સહાય જલ્દી ગૌશાળા અને પાંજરાપોળ ને આપવાની માંગ કરી હતી અને ટૂંક સમય માં જો આ સહાય ફાળવવા માં નહિ આવે તો ગુજરાત માં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

અહેવાલ : કનુ  જોષી, દિયોદર

Related posts

Leave a Comment