બોટાદમાં આગામી ૧૦ તારીખે રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન ઉમેદવારોએ મેળામાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવવા જિલ્લા રોજગાર કચેરીની તાકીદ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના એકમો રાસ બેરિંગ્સ પ્રા.લી. રાણપુર અને એઇમ લીમીટેડ ભાવનગર માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ તથા ધોરણ-૧ર તેમજ આઈ.ટી.આઈ ની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન કરાયું છે. તા.૧૦ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment