આઝાદી કા અમૃત મહોત્સવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંઘીનગર દ્વારા આયોજિત ૧૧ માં ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો વિદ્યાર્થી મોખરે

હિન્દ ન્યુઝ, કાલાવડ

     આઝાદી કા અમૃત મહોત્સવ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ૧૧ માં ખેલ મહાકુંભ અંતર્ગત સિદસર મુકામે યોજાયેલ જામનગર જિલ્લા કક્ષાની ૧૧ વર્ષથી નીચેની વયજૂથનાં એથલેટિકસ સ્પર્ધા માં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો વિદ્યાર્થી ભુરીયા પ્રકાશ જાલમસીંઘ ૫૦ મીટર દોડ ઇવેન્ટમાં પ્રથમ તથા સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ ઇવેન્ટમાં તૃતીય સ્થાન મેળવી શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળા, ગામ તથા કાલાવડ તાલુકાનું ગૌરવ વધારે વધારેલ છે. જે હવે રાજ્યકક્ષાની હરીફાઈમાં ભાગ લેવા જશે. જામનગર જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યંગ ટેલેન્ટ બેટરી ટેસ્ટ માં પણ પસંદગી પામેલ. આ તકે શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ એચ. પુંભડીયા તથા કાલાવડ તાલુકાના ખેલ મહાકુંભ રમત કન્વીનર શ્રી રમેશભાઈ એમ. ડોંગા તથા તેમના પરિવારનો માર્ગદર્શન સાંપડેલ. પ્રભુજી પીપળીયા ગામ ના સરપંચ કાશ્મીરાબા અભિજીતસિંહ જાડેજા તથા ઉપસરપંચ શ્રીમતી અંજનાબેન રોહિતભાઈ અમીપરા, SMC નાં અધ્યક્ષ શ્રીમતી દયાબેન લાખાભાઈ મુંધવા, SMC નાં ઉપાધ્યક્ષ મનોજભાઇ સોમાભાઈ વાઘેલા તથા SMC ના સભ્યો દ્વારા અભિનંદન પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ.

Related posts

Leave a Comment