હિન્દ ન્યુઝ, જુનાગઢ
જુનાગઢ નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્ષ પ્રતિપદા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ નવ વર્ષના પ્રથમ દિવસ અને પરમ પૂજ્ય ડોક્ટર સાહેબ ની જન્મ તિથિ ના મંગલ દિને આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈત્ર સુદ એકમ હિન્દુ નવું વર્ષ ના દિવસે દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે તે મુજબ આ વર્ષનું આયોજન આજરોજ તારીખ ૩ એપ્રિલ 2022 ના દિવસે કરવામાં આવ્યું હતું.
પ્રથમ પથ સંચલન ત્યારબાદ જોગાનુજોગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર ની જન્મ તિથિ હોય આર્ધસરસંઘચાલક પ્રણામ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા નું ઉદબોધન આપવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે બી.એમ.મકવાણા (ઓલ ઇન્ડિયા રેડિયોના ભૂતપૂર્વ ઉદઘોષક અને શાળાના સેવા નિવૃત્ત આચાર્ય, લેખક) અને મુખ્ય વક્તા તરીકે મનોજભાઈ સોલંકી (પ્રાંત ગ્રામ વિકાસ સંયોજક) ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જુનાગઢ