કોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ અંગે મહાનગરપાલિકા દ્વારા ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં તમામ લોકો જે આજે કોવિડ-૧૯ પોઝિટિવ હોય અથવા શંકાસ્પદ હોય અથવા કોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાવવાં ઈચ્છતાં હોય તેવી તમામ જાહેર જનતા માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મો.નં.-૬૩૫૫૨૯૭૧૮૮ જાહેર કરવામાં આવ્યો છે તેના પર સંપર્ક કરીને પોતાના કોવિડ -૧૯ લગત તમામ પ્રશ્નોનું નિરાકરણ નિઃશુલ્ક કરાવી શકે છે. આ સેવા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા આ સેવા માટે મુકવામાં આવેલ ડોકટરનો મોબાઈલ નંબર પર સંપર્ક કરીને એડવાઇઝ મેળવી નિઃશુલ્ક મળતી સેવાનો લાભ લઈ સ્વસ્થ અને સુરક્ષિત રહેવા તેમજ આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવાં મહાનગરપાલિકા, ભાવનગર દ્વારા અનુરોધ કરાયો છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment