૭૫ સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખંભાળીયા ખાતે કલેકટરના હસ્‍તે થશે ધ્‍વજ વંદન

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા

સમગ્ર દેશની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ખંભાળીયા સ્‍થિત પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ૧૫ મી ઓગષ્‍ટની ઉજવણી કરવામાં આવશે. આ સ્‍વાતંત્ર્ય દિને જિલ્‍લા કલેકટર એમ.એ. પંડયાના વરદ હસ્‍તે સવારે ૯-૦૦ કલાકે ધ્‍વજને સલામી અપાશે. કલેકટરના ઉદબોધન બાદ કોરોના વોરિયર્સનું સન્‍માન તેમજ મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ પર્વની ઉજવણી અન્‍વયે તા.૧૩ ઓગષ્‍ટના રોજ રીહર્સલ યોજાયું હતું. જેમા સબંધિત ખાતા કચેરીના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

Leave a Comment