ભાવનગર શહેર / ગ્રામ્યના કલાકારો માટે “યુવા ઉત્સવ” સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષે યોજાતો તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૫ સ્પર્ધાનું આયોજન ઓફ લાઇન અને ૧૮ સ્પર્ધાનું આયોજન ઓનલાઈન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા યોજવાનો થાય છે.

આ સ્પર્ધાની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. જેમાં ભાવનગર ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં સૌ પ્રથમ તાલુકાકક્ષાએ કુલ ૧૫ સ્પર્ધા ઓફલાઇન (લાઈવ) કરવાની થતી હોય જેથી તાલુકા કન્વીનરશ્રી દ્વારા જણાવેલ તારીખ સુધીમાં એન્ટ્રી પહોંચતી કરવાની રહેશે. અને ૧૮ સ્પર્ધાની એન્ટ્રી સીધી જિલ્લાકક્ષાએ વિડીયો સીડી અથવા પેન ડ્રાઈવમાં બનાવી તા. ૨૫/૦૮/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને રૂબરૂમાં પહોચતી કરવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકાની સ્પર્ધામાં કુલ ૧૫ સ્પર્ધાનું આયોજન ઓફલાઇન (લાઈવ) કરવાની રહેશે. અને ૧૮ સ્પર્ધાની એન્ટ્રી સીધી જિલ્લાકક્ષાએ વિડીયો સીડી અથવા પેન ડ્રાઈવમાં બનાવી તા. ૨૫/૦૮/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને રૂબરૂમાં પહોચતી કરવાની રહેશે.

અન્યમાં શીઘ્રવકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને કચેરીએથી ફોનિક જાણ કરવામાં આવશે. જેથી કચેરીએ રૂબરૂમાં વિષયો મેળવી ૧ કલાકમાં વિડીયો તૈયાર કરી કચેરીએ પહોચતી કરવાની રહેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment