દિયોદર તાલુકા પંચાયત ના જુનિયર કલાર્ક નો વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર તાલુકાના જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા વિરમજી ભાઈ રામાજીભાઈ વસેસા વય નિવૃતીના કારણે 31/6/2021 ના રોજ નિવૃત થતાં આજે દિયોદર તાલુકા પંચાયત ના કોમ્યુનિટી હોલ મા સોસિંયલ ડિસ્ટન્સ રાખી માસ્ક સાથે સાકર, શ્રીફળ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે દિયોદર ખાતે છેલ્લા સાત વર્ષથી જુનિયર કલાર્ક તરીકે ફરજ દરમિયાન એમની કાર્ય શેલી ને વહીવટીય સારી કામગીરીને લઈને તાલુકાના લોકોમાં સન્માનિયત છે.

આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયતના જુનિયર કલાર્ક વિરમજી આર વસેસા ના વિદાય સમારંભમાં તાલુકા પંચાયત ના પ્રમુખ ઉતમસિંહ વાઘેલા, કારોબારી ચેરમેન મનજી ભાઈ જોષી, તાલુકા વિકાસ અધિકારી એન સી ઠાકોર, નાયબ ટીડીઓ પીઆર દવે, આઈઆરડી મદદનીશ ટીડીઓ અને વિસ્તરણ અધિકારી અલ્કાબેન શ્રીમાળી,એસવી જાની, ગનુભા વાઘેલા, સોમાભાઈ દેસાઈ, તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ, દિયોદર તાલુકા પંચાયત કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

 

Related posts

Leave a Comment