પેટ્રોલ- ડીઝલ ભાવ આસમાને જતા જનતાનો વિરોધ પ્રદર્શન

હિન્દ ન્યૂઝ, સુરત

     સુરતના સાયણ દેલાડ પાટિયા નજીક પેટ્રોલ- ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્ય માં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના સંદર્ભમાં આજ રોજ તા.૧૧-૬-૨૧ શુક્રવાર ના રોજ ૧૧:૩૦ કલાકે સાયણ ગામના દેલાડ પાટિયા, પેટ્રોલ પંપ પાસે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો, મહિલાઓ અને ગરીબોના હિતમાં પેટ્રોલ -ડિઝલ અને ગેસ ના વધી રહેલા અસહ્ય ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રસંગે દર્શન ભાઈ નાયક સાથે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જ્યેન્દ્ર ભાઈ દેસાઈ, ડી.એલ.પટેલ, મનોજ પટેલ, ધર્મેશભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, સુનિલ પટેલ, હસુભાઈ આહિર, ધર્મેદ્રસિંહ મહિડા, કાંતિભાઈ પટેલ, સિદ્ધાર્થ કંઠારીયા, પ્રવીણભાઈ પટેલ સહિતનાં અન્ય આગેવાનો સ્થળ ઉપર હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યા હતા.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

 

Related posts

Leave a Comment