ધી ઘાંચી આરોગ્ય મંડળ ના સ્થાપક પ્રમુખ બાબુભાઈ ટાઢા ના પ્રયાસો થી અને સંસ્થાના એડિશનલ ઉપપ્રમુખ ડૉ.વસીમ સુથાર ના ઓનલાઇન સંપર્ક થી સંસ્થા ના પ્રમુખ કાલુભાઈ વકીલ ના નેતૃત્વ માં હોસ્પિટલ ની 31 વર્ષ ની પ્રગતિ થી પ્રભાવિત થઇ અમેરિકા ની સંસ્થા ઇસ્લામિક મેડિકલ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (IMANA) USA દ્વારા ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ મારફતે આજ રોજ આપણા હોસ્પિટલ ને 5 લિટર ના બે ઓક્સીજન Concentrator તથા ફિલિપ્સ કંપની નું એક બીપાપ મશીન ભેટ માં મળેલ છે વધુ માં ગગન શેટ્ટી સંચાલિત
Pl જન વિકાસ ટ્રસ્ટ (help india breath UK ના માધ્યમ થી બ્રિટન ની એક સંસ્થા તરફથી 5લીટર ઓક્સીજન મશીન 3 નંગ તથા હાઈ ફ્લો 10 લિટર ઓક્સીજન મશીન 1 નંગ ભેટ માં મળેલ છે. જે આપણા હોસ્પિટલ માટે ગૌરવ પ્રદ છે. આ ભેટો નો સ્વીકાર કરી સંસ્થાના પ્રમુખ કાલુભાઇ વકીલ સેક્રેટરી અબ્દુલરહીમ ભાયલા ઉપપ્રમુખ ઇબ્રાહિમ ભૂરા, ડૉ. વસીમ સુથાર ઉસમાનલાલા સુથાર, સહ મંત્રી સલીમ સાબલિયા, અશરફ પટેલ વેગેર એ આનંદ ની લાગણી અનુભવી દાતા સંસ્થાઓ નો આભાર માન્યો હતો. આપણી હોસ્પિટલ ની કામગીરી ની કદર સ્વરૂપ મળેલ આ ભેટો થી સમગ્ર સમાજ માં આનંદ ની અનુભૂતિ થઈ છે અને સમાજ તરફ થી સંસ્થા ના હોદેદારો ને અભિનંદન મળી રહ્યા છે.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા