ચેબલા ખાતે કાપડી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, લાખણી

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચેબલા (દેવ દરબાર) ગામમાં કાપડી સમાજના ક્રિકેટ ચાહકો દ્વારા ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ટેનિસ બોલ સાથે દસ-દસ ઓવરની ઇનિગ્સ રાખવામાં આવી હતી. જેમાં ફાઈનલ મેચમાં ડીસા અને કુડા ટીમનો મુકાબલો થતા લાખણી તાલુકાની કુડા ટીમ ચેમ્પિયન બની હતી.

આ ટુર્નામેન્ટનું આયોજન કાપડી સુરેશભાઈ. આર, ચેબલા અને કાપડી નાગજીભાઈ.કે અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાપડી પ્રવીણભાઈ બી. ચેબલા, કાપડી દિનેશભાઈ. ટી, ચેબલા અને કાપડી નરેશભાઈ. કે, અમદાવાદ દ્વારા સ્પોન્સર તરીકે યોગદાન આપ્યું હતું તેમજ કાપડી નરેશભાઈ ચાંગા અને ચેબલા ગામના યુવાનો દ્વારા ટુર્નામેન્ટમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment