દેવગઢ બારિયા નગર મા બાઇક ટોળકી સક્રિય

હિન્દ ન્યૂઝ,  દેવગઢ બારિયા

દેવગઢ બારિયા નગર અવાર નવાર જુદા જુદા વિસ્તારોમાં બાઈક ચોરી થયા હોવાના અહેવાલો સામે આવી રહયા છે. દેવગઢ બારિયા નગર મા જુદા જુદા વિસ્તારોમાં બાઇક ચોર ટોળકી એ રાતના સમય મા આતંક મચાવી રાખ્યો છે અને નગર ના વિવિધ વિસ્તારોમાં બાઇક ચોરી કરી બેફામ રીતે બાઈક લઈને ફરાર થઈ જાય છે.

નગર માથી બાઇક લય ને જતા સીસીટીવી ફૂટેજ સામે આવી રહયા છે. હવે જોવાનું રહ્યું કે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ આ બાઇક ચોર ટોળકી ને પકળવામાં સફળ થાય છે કે કેમ તે તો આવનારો સમય બતાવશે.

રિપોર્ટર :  ફેઝાન મફત, દેવગઢ બારિયા

Related posts

Leave a Comment