ઉમરપાડા તાલુકા કોંગ્રેસ ની ચૂંટણીનાં પરિણામ પ્રશ્ને ચર્ચા કરવા તારીખ 13 નાં શનિવારે, ઉમરપાડા ખાતે મળનારી સમીક્ષા બેઠક

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

             ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનાં પરિણામ પ્રશ્ને ચર્ચા કરવા તારીખ 13 નાં શનિવારે, ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યાલય ખાતે એક સમીક્ષા બેઠક સવારે 10.30 કલાકે, રાખવામાં આવી છે. જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ ગુમાવતાં સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. ઉમરપાડા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ હરેશભાઈ વસાવાએ આ બેઠકમાં ઉમરપાડા તાલુકા કોંગ્રેસનાં તમામ હોદ્દેદારો, કાર્યકરો અને ઉમેદવારોને હાજર રહેવા જણાવાયું છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment