ભાજપ નાં ઉમેદવારો નાં સમર્થન માં વાલ્મિકી સમાજ ના વિસ્તાર માં લોકો નાં ઘરે ઘરે જઈ લોક સંપર્ક કરી ને ભાજપ ને વધુ ને વધુ જગી બહુમતી થી મત આપી વિજય બનાવવા અપીલ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

    જામ ખંભાળિયા ખાતે ગત તા. ૧૯/૨/૨૦૨૧ નાં રોજ ખંભાળિયા નગર પાલિકા સ્થાનિક ચૂંટણી અનુલક્ષી ખંભાળિયા નગર પાલિકા વોર્ડ નંબર ૩ નાં ભાજપ નાં ઉમેદવારો દીપેશ ભાઈ પરષોત્તમ ભાઈ ગોકાણી, હરેશ ભાઈ મોહનભાઈ ભટ્ટ, શ્રીમતી મુકતાબેન કિશોરભાઈ નકુમ, શ્રીમતી હંસાબા ભીખુભા જેઠવા વોર્ડ નંબર ૪ ભાજપ નાં ઉમેદવારો અરજણ ભાઈ રામા ભાઇ ગાગીયા, મહિપાલ સિંહ પ્રવીણ સિંહ વાઢેર, શ્રીમતી રેખા બેન જટાશંકર ભાઈ ખેતીયા, શ્રીમતી હંસાબેન હરેશ ભાઈ બથવાર (નોંધ : એક પણ ઉમેદવારો ને સાથે રાખ્યા વગર) આ ભાજપ નાં ઉમેદવારો નાં સમર્થન માં વાલ્મિકી સમાજ ના વિસ્તાર માં લોકો નાં ઘરે ઘરે જઈ લોક સંપર્ક કરી ને ભાજપ ને વધુ ને વધુ જગી બહુમતી થી મત આપી વિજય બનાવવા અપીલ કરેલ.

સમગ્ર કાર્યક્રમ ની જહેમત વાલ્મિકી સમાજ પંચાયત નાં પ્રમુખ મનોજ ભાઈ વાઘેલા, ઉપ. પ્રમૂખ રાજેશ ભાઈ બારીયા, ઉપ. પ્રમૂખ કિશોર ભાઈ માંડવીયા, મંત્રી રમેશ ભાઈ વાઘેલા, સહ મંત્રી ઈલેશ ભાઈ વાઘેલા, સહ ખજાનચી ચંદુ ભાઈ વાઘેલા, કારોબારી સભ્ય વિશાલ ભાઈ નાઘેર,કોટવાર બટુક ભાઈ ઢાકેચા, કોટવાર સુનીલ ભાઈ વાઘેલા, યુવા કાર્યકર આદેશ ભાઈ ટીમાંનીયા ઉપાડેલ હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરતા ભાજપ અનુ.સૂચિત જાતિ મોરચા જિલ્લા મંત્રી અને ખંભાળિયા વાલ્મિકી સમાજ યુવા આગેવાન રાહુલ ભાઈ બેરડિયા એ કર્યું હતું.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment