ઢસા જં. માં આવેલ કન્યા શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ થતાં છેલ્લા ૧૧ મહિનાથી બંધ શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું 

હિન્દ ન્યૂઝ, ઢસા

           કોરોના મહામારી ના કારણે છેલ્લા ૧૧ મહિનાથી બંધ કન્યા શાળા માં ધોરણ ૬ થી ૮ ના વર્ગો આજથી શરૂ થયા છે, ત્યારે ધોરણ – ૬ થી ૮ ના વર્ગો આજથી શરૂ થયા છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે છેલ્લા ૧૧ મહિનાથી શાળાઓમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ બંધ હતું. બાળકો નું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા માત્ર ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું હતું પરંતુ કોરોના ના કેસો જેમ જેમ ઘટી રહ્યા છે તેમ તેમ કોરોના કાળ દરમ્યાન બંધ રહેલી શાળાઓ પૈકી સરકાર દ્વારા અગાઉ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વર્ગો ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવ્યાં હતા. ત્યારે આજથી સમગ્ર રાજ્ય સાથે ઢસા જં.કન્યા શાળા માં પણ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ-૬ થી ૮ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જે મુજબ દરેક વિદ્યાર્થીઓને સ્કુલમાં પ્રવેશતી વખતે દરરોજ ટેમ્પરેચર માપ્યા બાદ માસ્ક, સેનેટાઈઝર સહિતની કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે. આ અંગે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment