વિરમગામના ડુમાણા ગામ ની ખેડૂત પુત્રી લેવાયેલ પી.આઇ ની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલ દેવ્યાનીબા નો ડુમાણા ગામ એ સન્માન સમારંભ યોજવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, વિરમગામ

   વિરમગામ તાલુકાના ડુમાણા ગામ ની અજીતભાઈ બારડ ની સુપુત્રી દેવ્યાનીબા તાજેતરમાં GPSC દ્વારા લેવાયેલ પી.આઇ ની પરીક્ષામાં ગુજરાત રાજ્ય મા પ્રથમ આવેલ ડુમાણા ગ્રામજનો દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. વિરમગામ તાલુકાના ડુમાણા ગામ ની ખેડૂત પુત્રી દેવ્યાનીબા 23 વર્ષની નાની ઉંમરે GPSC ની પી.આઈ ની પરીક્ષા માં પ્રથમ નંબરે આવી પિતા અજીતભાઈ બારડઅને ડુમાણા ગામ અને રાજપૂત સમાજ નું ગૌરવ વધારી દેવ્યાનીબા એ નાની ઉંમરે એક ગૌરવવંતો ઈતિહાસ રચ્યો તેના અનુસંધાને GPSC ની પરીક્ષા આપ્યા બાદ ડુમાણા ગામ એ આવતા ડુમાણા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. ડુમાણા ગામ ની ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ કે જે ઓ નાનપણથી ભણવામાં હોશિયાર હતા તેઓ માલનપુર તેમના ફઈબા વસંતીબેન પબાભાઈ જાદવ ને ત્યાં રહી અભ્યાસ 1 થી 10 ધોરણ માંડલ મહાત્મા ગાંધી સ્કૂલમાં કર્યો અને મનુભાઈ પાવરા દેવ્યાનીબા ને માર્ગદર્શન આપી તેમને સફળતાના શિખરો સર કરવામાં સિંહફાળો છે અને ધોરણ-૧૨ પાસ કરીને તરત જ આગળના અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા રહ્યા અને થોડાક જ સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી ક્લાર્ક તરીકે અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી અને GPSC ની તૈયારી શરૂ કરી 23 વર્ષની ઉમરે તાજેતરમાં લેવાયેલ પી.આઈ ની પરીક્ષા માં પ્રથમ નંબરે આવી દેવ્યાનીબાએ સફળતાનો ઈતિહાસ રચ્યો.દેવ્યાનીબા પોતાના વતન ડુમાણા ગામે આવ્યા ત્યારે તેમનું સામૈયું કરી તિલક કરી શાલ ઓઢાડી મોમેન્ટો આપી દેવ્યાનીબા નું સ્વાગત કરવામાં આવ્યું.

       આ પ્રસંગે ડુમાણા ના ગ્રામજનો લખુભાઇ ચાવડા, કાળુભાઈ દરબાર, પરસોત્તમભાઈ સેવા સહકારી મંડળીના ચેરમેન, સરપંચ મફાભાઈ મકવાણા, દૂધ ડેરી ચેરમેન બળદેવભાઇ પટેલ, વિષ્ણુભાઈ જાદવ, દિનેશભાઈ સિંધવ, મયુરભાઈ લખુભાઇ ચાવડા તેમજ દેવ્યાનીબા ના ફઈ ફુવા વસંતીબેન પબાભાઈ જાદવ સન્માન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારંભ ને સફળ બનાવવા કાર્યક્રમનું સંચાલન જશવંતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ડુમાણા ગામના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment