બાવળા આરોગ્ય વિભાગ ખાતે કોરોના વેક્સિન ના બીજા તબક્કા નો આરંભ કરાયો

હિન્દ ન્યૂઝ, બાવળા

          કોરોના મહામારી ના સમય માં સરકાર નો આરોગ્ય વિભાગ ખડે પગે ઊભો રહ્યો છે. ત્યારે બાવળા આરોગ્ય વિભાગ ખાતે કોરોના વેક્સિન ના બીજા તબક્કા નો આરંભ કરાયો હતો. જેમાં સરકારી કર્મચારીઓ, પ્રાથમિક શાળા ના શિક્ષકો ને કોરોના વેક્સિન આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

            જેના ભાગરૂપે બાવળા પ્રાથમિક શાળા ના શિક્ષકો એ કોરોના વેક્સિન લઈ લોકોને સંદેશો આપેલ છે કે કોરોનાં વેક્સિન લેવી જ જોઈએ. જેથી આ મહામારી સામે આપણે ને રક્ષણ મેળવી શકીએ આ રીતે શિક્ષકો એ અપીલ કરી હતી.

રિપોર્ટર : અભિષેક સુરણી, બાવળા

Related posts

Leave a Comment