“મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલીયા યોજનાનો શુભારંભ કરાવશે”
હિન્દ ન્યુઝ, મોડાસા
ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે. જેમાં મોડાસામાં આજથી યોજનાનો પ્રારંભ થશે.
આજે તા. ૮ જાન્યુઆરી ૨૦૨૧ના શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મોડાસાના ભામાશા હોલ ખાતેથી પ્રારંભ થનાર યોજનાને ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલીયા અને સાબરકાંઠા-અરવલ્લી સાસંદ દિપસિંહ રાઠોડના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા