રાજકોટ શહેર ના કોઠારિયા ચોકડી સુધી જવા પાડોશીના બાઈક પાછળ બેસી જતા હતા. તે બાઈક પરથી પટકાતા મહિલાનું મોત નીપજ્યુ હતું

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોઠારિયા ગામે જીવન કિરણ સોસાયટીમાં રહેતા જયાબેન દેવાભાઈ ખેતરિયા (ઉ.૫૦) નામના દલિત મહિલા તેમના કૌટુંબિક નણંદના સાસુનું અવસાન થતા આજે સવારે મોલડી જવા ઘરેથી નીકળ્યા હતા. કોઠારિયા ચોકડી સુધી જવા માટે પાડોશી ધીરજભાઈ બગડાના બાઈક પર બેસી જતા હતા. દરમિયાન કોઠારિયા રોડ પર સુવાસ વાટીકા પાસે પહોંચતા કોઈ કારણસર બાઈક પરથી પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઈ પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં જયાબેનને સંતાનમાં ૨ પુત્ર અને ૩ પુત્રી છે. પતિ મજૂરી કામ કરે છે. આ બનાવથી પ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment