ડ્રીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો-ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદશ્રી પુનમબેન માડમના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની ડીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો-ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક ચેરપર્સન અને સાંસદશ્રી પુનમબેન માડમના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકની શરૂઆતમાં કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ પુનમબેન માડમને આવકારી ઉપસ્‍થિત સૌનું સ્‍વાગત કર્યું હતું.

જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એ.પી. વાઘેલાએ ડીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો. ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટીના મુદાઓનું વાંચન કર્યું હતું. મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાલ અંત્‍યોદય યોજના, નેશનલ સોશ્‍યલ આસીસ્‍ટન્‍ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી –દરેકને ઘર), સ્‍વચ્‍છ ભારત મીશન (ગ્રામીણ), નેશનલ રૂરલ ડ્રીન્‍કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ઇન્‍ટીગ્રેટેડ વોટર શેડ મેનેજમેન્‍ટ, ડીઝીટલ ઇન્‍ડીયા લેન્‍ડ રેકોર્ડસ મોર્ડનાઇઝેશન, દિન દયાલ ઉપાધ્‍યાય ગ્રામ જયોતિ યોજના, શ્‍યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન-નેશનલ રૂર્બન મિશન, નેશનલ હેરીટેજ સીટી ડેવલોપમેન્‍ટ એન્‍ડ ઓગમેન્‍ટેશન યોજના, અટલ મિશન ફોર રીજુવીનેસન એન્‍ડ અર્બન ટ્રાન્‍સફોર્મેશન, ઉજવલ ડિસ્‍કોમ એસ્‍યોરન્‍સ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, નેશનલ હેલ્‍થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, ઇન્‍ટીગ્રેટેડ ચાઇલ્‍ડ ડેવપમેન્‍ટ સ્‍કીમ, મીડ ડે મીલ સ્‍કીમ, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, એલપીજી કનેકશન ટુ બીપીએલ ફેમિલીઝ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઇન્‍ડીયા – પબ્‍લીક ઇન્‍ટરનેટ એકસેશ પ્રોગ્રામ – પ્રોવાઇડીગ કોમન સર્વિસ સેન્‍ટર ઇન ઇચ ગ્રામ પંચાયત, ઇન્‍ફાસ્‍ટ્રકચર રીલેટેડ પ્રોગ્રામ લાઇક ટેલીકોમ રેલ્‍વેસ, હાઇવેસ, વોટરવેસ, માઇન્‍સ વગેરે, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્‍યાણ યોજના, સંકલિત ઉર્જા વિકાસ યોજના, રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્‍થ કાર્ડ યોજના, ઇ-રાષ્‍ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ, સુગમ્‍ય ભારત અભિયાન, બેટી બચાવો, બેટી પઢાવો, રાષ્‍ટ્રીય ખાધાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ. સંસદ સભ્‍ય સ્‍થાનિક વિસ્‍તાર વિકાસ યોજના.

સાંસદસભ્‍યશ્રી પુમનબેન માડમે દિશા બેઠકના ઉપરોકત જુદા જુદા મુદાઓ વિશે લગત કચેરી/ વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી સુચનો કરી જણાવ્‍યું હતું કે લોક ભાગીદારીથી લોકોને ઇન્‍વોલ કરી કામો કરવામાં આવશે તો લોકો ઉત્‍સાહ પુર્વક ભાગ લઇ પુરે પુરો સપોર્ટ કરશે.

સાંસદશ્રી પૂનમબેન માડમે સ્‍વચ્‍છ ભારત મિશન યોજના અન્‍વયે તમામ ચીફ ઓફીસરશ્રીઓને સફાઇ માટે ખાસ તાકિદ કરી હતી. તેમજ સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અન્‍વયે જિલ્‍લાના તમામ ગામોમાં જાહેર સ્‍વચ્‍છતા માટે સામુહિક સૌચાલય, રાત્રી સફાઇ કોમર્શીયલ પ્‍લેસીસ, મહત્‍વના વિસ્‍તારો તથા મેઇન રોડ ઉપર રાત્રી સફાઇ કરવવા તેમજ સરપ્રાઇઝ વિઝિટ કરવા જણાવ્‍યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કેન્‍દ્રની બધી યોજનાઓનો લાભ મળે કલેકટરશ્રી અને ડી.ડી.ઓ કક્ષાએ રિપોર્ટીગ થાય તથા બધાજ વિભાગના કામો માટે બજેટમાં પ્રાધાન્‍ય મળે તેવી મારી કોશિષ હમેંશા રહેશે તેમ જણાવ્‍યું હતું.

કલેકટરશ્રી ડો.નરેન્‍દ્રકુમાર મીનાએ પણ દિશા બેઠક અન્‍વયે જુદા જુદા મુદાઓ અંગે લગત ખાતા/ કચેરીઓના અધિકારીશ્રીઓને સોંપયેલ કામો તેમજ લક્ષ્‍યાંકો સમયસર પુર્ણ કરવા જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઇ ચાવડા, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી પી.એસ. જાડેજા, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી કે.બી.જાની, રેલ્‍વેના અધિકારીશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખો, આગેવાનો, ચીફ ઓફીસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

 

રિપોર્ટ : નયના દવે ( જામનગર )

Related posts

Leave a Comment