હિન્દ ન્યૂઝ, ગઢડા,
ગઢડા તાલુકા મા ઢસા ગામ માં બી.જે.પી.પાર્ટી દ્વારા ટોટલ 31 ઢસા માં મિટિંગ નુ આયોજન રાખવામાં આવ્યું. વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ બાબતે ગ્રુપ મિટિંગ કરવામાં આવી હતી. એમાં ખાસ મુસ્લિમ સમાજ તેમજ મિસ્ત્રી સમાજ ની મિટિંગ નુ આયોજન આમદભાઈ હુનાણી ના ઘરે રાખવામાં આવ્યું હતું. એમાં મુસ્લિમ સમાજ તેમજ મિસ્ત્રી સમાજ ના આગેવાનો એ હાજરી આપી હતી. એમાં મુખ્ય મેહમાન કાળુભાઇ પાવરા, કિશોરભાઈ બારૈયા, ભરતભાઈ પઢીયાર, દેવચંદભાઈ પડસારા, અશોકભાઈ ગજેરા, આમદભાઈ હુનાણી, રઝાકભાઈ ઉમરાળા વાળા તેમજ અનસભાઈ જી.આર.ડી. વાળા તેમજ અન્ય લોકો એ આ ગ્રુપ મિટિંગ મા હાજરી આપી હતી અને સાથ સહકાર આપ્યો હતો.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા