અનૈતિક ધંધો કરાવનાર ટોળકીને પકડી પાડતી થરાદ પોલીસ

હિન્દ ન્યૂઝ, થરાદ,

તા.૧૧/૧૦/૨૦૨૦, ના રોજ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ થરાદ વિભાગ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે થરાદ ટાઉનમાં રહેતી લક્ષ્મીબેન ઉર્ફે લચકી વા/ઓ હીરાભાઇ લક્ષ્મણભાઇ જાતે.સોની રહે.થરાદ પંચવટીતા. થરાદ વાળી તથા તેનો દિકરો યોગેશ સોની તથા તેની દિકરી સ્વેતાબેન પોતાના આર્થીક ફાયદા અને લાભ સારૂ પોતાના મકાનમાં બહારથી છોકરીઓ સ્ત્રીઓ બોલાવી પોતાના ઘરમાં રાખી પોતાના મોબાઈલ  દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને પોતાના મકાનમાં રાખેલ સ્ત્રીઓ છોકરીઓ સાથે શરીરસુખ માણવા માંટેની સગવડ પુરી પાડી એક ગ્રાહક દીઠ રૂપિયા ૨૦૦૦/- લઈ શરીરસુખ માણવા છોકરી સ્ત્રીઓ પૂરૂ પાડી કુટણખાનુ ચલાવે છે. હાલમા પણ તેનુ કુટણખાનુ ચાલુ હોવાની બાતમી હકીકત આધારે મે. IGP જે.આર.મોરથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ નુ માર્ગદર્શન મેળવી એક ડમી ગ્રાહક તૈયાર કરી ડીકોય ટ્રેપનું આયોજન કરી. મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવની રાહબરી હેઠળ જે.બી ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર થરાદ પોલીસ સ્ટેશન નાઓ તથા અ.હેડ.કોન્સ વિક્રમભાઇ વસ્તારામ તથા અ.હેડ.કોન્સ સેધાભાઇ કાળાભાઇ તથા વુ.અ.હેડ.કો મોઘીબેન ભુદરભાઇ તથા અ.પો.કોન્સ રવજીભાઇ ગંગારામભાઇ  નોકરી થરાદ પોલીસ સ્ટેશન તથા અ.પો.કોન્સ વસનાભાઇ હીરાભાઇ તથા વુ.પો.કોન્સ ખેમીબેન મેઘજીભાઇ નાઓ સાથે હકીકત વાળી જગ્યાએ ડમી ગ્રાહકને પંચો સાથે મોકલી રેઇડ કરતા ત્યાંથી એક ભોગબનનાર સાહેદ બહેન બહારથી આવેલ હોઇ મળી આવતા આ ધંધા સાથે સંકળાયેલ લક્ષ્મીબેન ઉર્ફે લચકી વા/ઓ હીરાલાલ સોની તથા તેનો દિકરો યોગેશ સોની તથા તેની દિકરી સ્વેતા સોની બહારથી છોકરીઓ/ સ્ત્રીઓ બોલાવી તેમના ફોનથી ગ્રાહકોનો સંપર્ક કરી તેમના ઘરે બોલાવી તેઓના અંગત ફાયદા સારૂ તેમના ઘરનો વૈશ્યા ગૃહ તરીકે ઉપયોગ કરતા હોઇ, જે અનૈતિક ધંધાનો પરદાફાસ કરી ભોગબનનારને મુક્ત કરાવી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી. આ ધંધામાં આ ટોળકીએ અન્ય કેટલી સ્ત્રી/છોકરીઓને ધકેલી છે તે બાબતની તપાસ ચાલુમાં છે.

રિપોર્ટર : ડુધાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment