હિન્દ ન્યુઝ, રાજકોટ શહેરમાં નાના ધંધાર્થીઓ તથા ફેરીયાઓ પોતાના ધંધા-વ્યવસાય દ્વારા રોજગારી મેળવી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૮૫ જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. જેમાં ૩૮૦૦ જેટલા હોકર્સ ધંધો વ્યવસાય કરી રહ્યા છે. હોકર્સ ઝોનમાં મંજુરી અપાયેલ હોકર્સ જ ધંધો વ્યવસાય કરી શકે અને હોકર્સની ઓળખ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ હોકર્સ ઝોનમાં વ્યવસાય કરતા હોકર્સને QR કોડવાળા ઓળખપત્ર આપવામાં આવેલ છે. આ ઓળખપત્રમાં હોકર્સનો ફોટો, નામ, હોકર્સ ઝોનનું નામ દર્શાવવામાં આવેલ છે. ઉપરાંત એક યુનિક QR કોડ આપવામાં આવેલ છે. જે QR કોડ…
Read MoreDay: October 15, 2026
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન આજે મમતા દિવસ નિમિત્તે પાણીયા ખાતે યોજાયેલા મમતા સેશનની મુલાકાત લઈ માતા અને બાળકને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ તથા રસીકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ પાસેથી રસીકરણ સેવાઓ અંગેની માહિતી મેળવી, બાળકોને સમયસર અને સંપૂર્ણ રસીકરણ મળી રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ માતા અને બાળકના સ્વાસ્થ્યની જાળવણી માટે આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના…
Read Moreસરકારી બોરડીના બચુભાઈ પરમાર શાકભાજીના રોપાના વેચાણ થકી વર્ષે રૂ. ૨૦ લાખની આવક મેળવી બન્યા સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના સરકારી બોરડી (બોરડી ખુર્દ) ગામના પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ પરમાર બાગાયત ક્ષેત્રે પોતાની મહેનત, અનુભવ અને સાહસના બળે સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી શાકભાજી તથા વિવિધ પ્રકારના છોડના ઉછેર અને વેચાણ સાથે સંકળાયેલા બચુભાઈ આજે રોપાઓના વેચાણ થકી વાર્ષિક અંદાજે રૂ. ૨૦ લાખની આવક મેળવી રહ્યા છે. બચુભાઈ પરમાર પોતાની નર્સરીમાં ટામેટાં, મરચાં, રીંગણ, કોબીજ, ફ્લાવર, બ્રોકલી, સ્ટ્રોબેરી, ગલકાં અને કારેલાં સહિત વિવિધ શાકભાજીના રોપાઓ તૈયાર કરે છે. આ ઉપરાંત, તેઓ ગલગોટાના ફૂલો તેમજ વિવિધ ફળફળાદીના છોડનું…
Read Moreશ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં નવા ૧૦ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાશે
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને પોષણક્ષમ આહારની સુવિધા માટે અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત દાહોદ જિલ્લામાં નવા ૧૦ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૫ના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. દાહોદ જિલ્લામાં આ યોજનાનો વ્યાપ વધારવાના હેતુથી તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૭:૦૦થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન નવા ભોજન વિતરણ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવશે. દાહોદ જિલ્લાના…
Read Moreદાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ અંગે આયોજન બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી, દાહોદ ખાતે જિલ્લા કલેકટર સુ. સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ના આગોતરા આયોજન તેમજ યોજનાકીય કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યોજના અંતર્ગત જિલ્લાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ/રકમ અને તેના સુચારુ ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને આજીવિકા વધારવા માટે આપવામાં આવતા દુધાળા પશુઓ, બકરાં વિતરણ તેમજ સિંચાઈની સુવિધા માટે મંજૂર કરવામાં આવેલા વ્યક્તિગત કૂવાઓની તાલુકાવાર લાભાર્થી સંખ્યા અને રકમની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન આ યોજના અંતર્ગત…
Read Moreદિનવિશેષ: તા.૧૫ ઓક્ટોબર: વિશ્વ વિદ્યાર્થી દિવસ
હિન્દ ન્યુઝ, સુરત • નમો લક્ષ્મી યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં ૫,૩૦,૨૬૩ લાભાર્થીઓને રૂ. ૩૪.૭૨ કરોડ અને વર્ષ ૨૦૨૬-૨૭માં ૨,૧૦,૧૮૭ લાભાર્થીઓને રૂ. ૫૪.૩૦ કરોડની સહાય ચૂકવાઈ • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં ૯૪,૭૫૪ વિદ્યાર્થીઓને રૂ. ૯.૪૮ કરોડ અને વર્ષ ૨૦૨૬-૨૭માં ૪૪,૧૦૫ વિદ્યાર્થીઓને રૂ. ૭.૫૭ કરોડની સહાય ચૂકવાઈ શિક્ષણ એ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું માધ્યમ નથી, પરંતુ વ્યક્તિના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરવા માટે યોગ્ય શૈક્ષણિક તકોની સાથે આર્થિક સહયોગ પણ એટલો જ જરૂરી છે. દર વર્ષે ૧૫મી ઓક્ટોબરે ઉજવાતા ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ના…
Read More