મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, દાહોદ

   દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન આજે મમતા દિવસ નિમિત્તે પાણીયા ખાતે યોજાયેલા મમતા સેશનની મુલાકાત લઈ માતા અને બાળકને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ તથા રસીકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ પાસેથી રસીકરણ સેવાઓ અંગેની માહિતી મેળવી, બાળકોને સમયસર અને સંપૂર્ણ રસીકરણ મળી રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાથે જ માતા અને બાળકના સ્વાસ્થ્યની જાળવણી માટે આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે તથા રસીકરણ દ્વારા વિવિધ ગંભીર રોગોથી રક્ષણ મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Related posts

Leave a Comment