હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલ ખાતે 27મા વિશ્વ દ્રષ્ટિ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ; ગુજરાતમાં અંધત્વનો દર હાલના 0.25 ટકાથી ઘટાડીને વર્ષ-2030 સુધીમાં 0.20 ટકા કરવાનો રાજ્ય સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે. વય વધવાની સાથે મોતિયા, ગ્લુકોમા સહિતની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા 40 વર્ષથી વધુ વયના નાગરિકોની સમયસર આંખોની તપાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે; ત્રિ-સ્તરીય સ્ક્રિનિંગના માધ્યમથી ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં નાગરિકોની આંખોની તપાસ કરી દ્રષ્ટિની ખામીનું વહેલું નિદાન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન હેઠળ મોતિયાના નિર્ધારિત લક્ષ્યાંકોની…
Read MoreMonth: October 2026
ખેલ મહાકુંભ 2026
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે વડોદરા ખાતે ‘ખેલ મહાકુંભ 2026’નો શુભારંભ સમારોહ યોજાશે આગામી તા. 21 જાન્યુઆરી, 2027 સુધી રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે; દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ 21 કેટેગરીમાં 25 જેટલી રમતોનું આયોજન 39 જેટલી રમતોમાં રેકોર્ડબ્રેક 76 લાખથી વધુ ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન; ખેલ મહાકુંભમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ વિવિધ વયજૂથના નાગરિકો ભાગ લઈ શકે છે. ખેલ મહાકુંભ માત્ર સ્પર્ધા પૂરતો કાર્યક્રમ નથી, પરંતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છુપાયેલી રમત પ્રતિભાને શોધી તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે…
Read Moreદિવાળી પહેલાં સુરતને મળશે વધુ એક બ્રિજની ભેટ: યોગીચોક, પુણા અને મોટા વરાછા વચ્ચેની કનેક્ટિવિટી બનશે વધુ સરળ અને સુગમ
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં માળખાગત સુવિધાઓના વિકાસ અને નાગરિકોની સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ વિકાસયાત્રાના ભાગરૂપે સુરત શહેરના માર્ગ પરિવહનને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવવાના હેતુથી કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધિન નવા બ્રિજનું આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. દિવાળી પહેલાં આ બ્રિજનું કામ પૂર્ણ કરી તેને નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવાના હેતુથી મંત્રીએ અધિકારીઓ સાથે કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. બ્રિજનું બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ થાય, વિવિધ વિભાગો વચ્ચે…
Read Moreમાંડવીના જૈન સમાજનું ગૌરવ — નિશાબેન સંઘવી
હિન્દ ન્યુઝ, માંડવી કેટલાક કલાકારો માત્ર પોતાની કળાથી ઓળખાતા નથી, પરંતુ વર્ષો સુધી પોતાની પ્રતિભા, સાદગી અને લોકપ્રિયતાને જાળવી રાખીને સમાજના હૃદયમાં એક આગવું સ્થાન બનાવી લે છે. નિશાબેન સંઘવી આવા જ એક પ્રતિભાશાળી અને ગૌરવવંતાં કલાકાર છે. વર્ષોથી જૈન ભક્તિ સંગીતના માધ્યમથી તેમણે અનેક શ્રાવક-શ્રાવિકાઓના હૃદય સુધી ભક્તિનો સ્વર પહોંચાડ્યો છે. સમય બદલાયો, અનેક નવા કલાકારો આવ્યા, પરંતુ નિશાબેનના સ્વરમાં રહેલી મધુરતા અને તેમની આગવી રજૂઆત આજે પણ એટલી જ લોકપ્રિય છે. મારી દૃષ્ટિએ, સફળતા મેળવવી એ એક સિદ્ધિ છે, પરંતુ મળેલી સફળતાને વર્ષો સુધી સતત જાળવી…
Read Moreશાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર સેવા જ્યોતિ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સભાના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર એ લીધી સભાસ્થળની મુલાકાત
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં તારીખ 07 ઓક્ટોબર બુધવારના રોજ સવારે 9-00 કલાકે વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત સેવા જ્યોતિ યાત્રા યોજાનાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે તારીખ 07 ઓક્ટોબર 2001 ના રોજ સત્તાનું સુકાન સંભાળ્યું હતું તે સમયને 25 વર્ષ પૂર્ણ થતા હોય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર સેવા જ્યોતિ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે સેવા જ્યોતિ સર્કલ, વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન સભા સ્થળ અને વિવિધ રૂટ ની રૂબરી મુલાકાત લઈ જાત…
Read Moreવલ્લભ વિદ્યાનગરમાં ‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ થીમ પર રંગોળી અને કોલાજ સ્પર્ધા યોજાઈ
સેવા સંકલ્પ અભિયાન હિન્દ ન્યુઝ, આણંદ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM કોલેજ ઓફ ફાઈન આર્ટસ ખાતે કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” થીમ પર આધારિત આ કાર્યક્રમમાં રંગોળી અને કોલાજ વર્કની ઓપન કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં વ્યક્તિગત અને ગ્રુપ કેટેગરીમાં ભાગ લેવા માટે જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં કલાપ્રેમી સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સર્જનાત્મક શક્તિનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સ્પર્ધાનું આયોજન આણંદના…
Read Moreઆણંદ ખાતે બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ‘નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ’ સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા આણંદના ભાનુભાઈ આઈ. પટેલ એલિકોન હોલ ખાતે ‘નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતમાં નોંધપાત્ર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. નિશા જોશી, કરમસદ સંતરામ મંદિરના શ્રી મોરારિદાસજી મહારાજ તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર શ્રી આર. કે. મંડાલીયા, સરદાર પટેલ યુનિવર્સિટીના લાઈબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ વિભાગના હેડ પ્રો.…
Read Moreદિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર
હિન્દ ન્યુઝ, આણંદ આણંદના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક યાદીમાં જણાવ્યા અનુસાર દિવેલા (એરંડા) ના પાકમાં વિવિધ પ્રકારની ચુસિયા જીવાતોના ઉપદ્રવથી પાકને થતું નુકસાન અટકાવવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતો માટે સંકલિત કીટ વ્યવસ્થાપન અંગેની મહત્વની સલાહ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ સમયસર નિયંત્રણના પગલા ભરી શકાય તે માટે દિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પ્રતિ હેક્ટરે ૧૦ પીળા ચીણા પિંજર ગોઠવવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત,ચૂસીયા…
Read Moreજવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં ધોરણ-૯ અને ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તા.૧૫ મી ઓક્ટોબર ૨૦૨૬ સુધી લંબાવાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં આવેલ પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ અગાઉ ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી, પરંતુ વહીવટી કારણોસર હવે આ ઓનલાઈન આવેદન કરવાની તારીખ લંબાવીને ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૬ કરવામાં આવી છે. જેથી હાલ શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માં આણંદ જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય (સરકારી કે ખાનગી) શાળામાં ધોરણ ૮ અને…
Read Moreઆણંદ જિલ્લામાં ૧૨ ઓક્ટોબરે ‘NPS સંચય યાત્રા’નું આગમન
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં આગામી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘NPS સંચય યાત્રા’નું આગમન થઈ રહ્યું છે. NPS દિવસ ૨૦૨૬ અભિયાનના ભાગરૂપે આયોજિત આ યાત્રા દ્વારા નાગરિકોને તેમના સુરક્ષિત નાણાકીય ભવિષ્ય અને નિવૃત્તિ બાદના સન્માનજનક જીવન માટે પેન્શન આયોજનના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. લીડ બેન્ક ઓફિસ, આણંદના સીધા માર્ગદર્શન હેઠળ આ ખાસ તૈયાર કરવામાં આવેલી NPS સંચય યાત્રા વાન જિલ્લાના વિવિધ વ્યૂહાત્મક સ્થળોની મુલાકાત લેશે. આ યાત્રાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન…
Read More