જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ,      મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને જિલ્લાનાં પ્રજાજનોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિવારણ માટે તા.૨૩/૯/૨૦૨૬ના રોજ “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ કલેક્ટર ડાંગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ડાંગ-આહવાના સભાખંડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે યોજાશે.  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને માધ્યમથી સ્વીકારવામાં આવશે. અરજદારે પોતાની ફરિયાદ અથવા પ્રશ્ન સંબંધિત ખાતા/કચેરીને મોકલી તેની એક નકલ કલેક્ટરશ્રી ડાંગને પાઠવવાની રહેશે.  આ અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ન્યાયાલયમાં ચાલી રહેલા કેસ, મહેસૂલી…

Read More

જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ ફરમાવતુ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ                બોટાદ જિલ્લામાં વર્તમાન માસ સપ્ટેમ્બર-૨૦૨૬ તથા ઓકટોબર-૨૦૨૬ માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવાં કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ…

Read More

બોટાદ જિલ્લામાં તા. ૧૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ               જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન અને સૂચના અનુસાર બોટાદ જિલ્લામાં આગામી તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.                આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, વળતરના કેસો, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ચેક રિટર્નના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબીક તકરારના કેસો, જમીન વળતરના કેસો,…

Read More

બોટાદ તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ               બોટાદ તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર કચેરી બોટાદ ખાતે યોજાશે.               આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી, વિભાગને લગત એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદાર એ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૨/૦૯/૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી…

Read More

સૂત્રાપાડા ખાતે ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’ અંતર્ગત સફાઈ સ્ટાફ માટે તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, સૂત્રાપાડા       ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’ અંતર્ગત સફાઈ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સેનેટરી વર્કર, વોર્ડ સુપરવાઈઝર, ડોર ટુ ડોર વર્કર અને પબ્લિક ટોઈલેટ કેરટેકર સહિતના સ્ટાફ માટે વિશેષ ક્ષમતાવર્ધન તાલીમ યોજાઇ હતી. સેનેટરી ઇન્સ્પેક્ટર ખેર અને તેમની ટીમની ઉપસ્થિતિમાં આયોજિત આ તાલીમ વર્ગમાં સ્ત્રોત પર જ કચરાનું ૪ પ્રકારે વર્ગીકરણ – લીલો ડબ્બો (ભીનો કચરો), ભૂરો ડબ્બો (સૂકો કચરો), લાલ ડબ્બો (સેનિટરી કચરો) અને કાળો ડબ્બો (ઘરગથ્થુ જોખમી કચરો) – કરવા અંગેની સમજ આપવામાં આવી હતી. તે ઉપરાંત, એકત્ર…

Read More

વેરાવળ બસ સ્ટેશન ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, વેરાવળ      “સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ” અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે વેરાવળ એસ.ટી. બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઇ અભિયાનમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, આગેવાન વિનોદભાઈ ભંભાણી તેમજ વેરાવળ ડેપોના કરટેકર ઇન્ચાર્જ વિભાગીય પરિવહન અધિકારી મુકેશભાઈ સોલંકી તથા વેરાવળ ડેપો મેનેજર દિલીપ શામળા સહિતનાઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી. આ તકે નગરપાલિકાના પ્રમુખએ ઉપસ્થિત મુસાફરને જણાવ્યું હતું કે, કચરો કચરા પેટીમાં જ નાખવો જોઇએ, ગંદકી ના કરવી જોઇએ અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવો જોઇએ.  તેમણે બસ…

Read More

केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने गोवा की राजधानी पणजी में नारकोटिक्स नियंत्रण पर संवाददाता सम्मेलन को संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली      केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज गोवा की राजधानी पणजी में नारकोटिक्स नियंत्रण पर एक संवाददाता सम्मेलन को संबोधित किया। इस अवसर पर गोवा के मुख्यमंत्री प्रमोद सावंत भी उपस्थित थे।    संवाददाता सम्मेलन को संबोधित करते हुए केन्द्रीय गृह मंत्री अमित शाह ने कहा कि नरेन्द्र मोदी के प्रधानमंत्री बनने के बाद से भारत सरकार ने देश की आंतरिक सुरक्षा को सुदृढ़ करने के लिए ढेर सारे कदम उठाए हैं। उन्होंने कहा कि जब मोदी जी प्रधानमंत्री बने, तब देश के…

Read More

અંગદાન થકી સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટથી સુરતના યુવાનને મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, સુરત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસોથી યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે કિશનભાઈ પેથાણીનું નિઃશુલ્ક હૃદય ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે, અંગદાનના સામૂહિક પ્રયાસોથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યા છે: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા      આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ઝડપભેર પ્રત્યારોપણ પ્રક્રિયાના પરિણામે મૂળ અમરેલીના વતની અને હાલ સુરતમાં રહેતા કિશનભાઈ રણછોડભાઈ પેથાણીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે આ જટિલ સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના આગમન

હિન્દ ન્યુઝ, નવસારી      ‘સ્વચ્છતા સે સ્વાગત’; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના આગમનને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામના સંકલ્પ સાથે 149 ગામોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ. આ અભિયાન દરમિયાન ગામોના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, ગામના ચોરા, ગ્રામ પંચાયત કચેરીઓ, શાળા પરિસરો તેમજ અન્ય જાહેર સ્થળોએ સઘન સફાઈ કરવામાં આવી, સાથે સાથે તળાવો, કૂવાઓ, જળાશયો તથા તેના આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી કચરો અને ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા.

Read More

સ્વચ્છતા હી સેવા અંતર્ગત ‘‘ક્લિન તિથલ-ક્લિન વલસાડ’’ના સંકલ્પ સાથે વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનની આગેવાનીમાં તિથલ બીચ પર સફાઈ અભિયાન યોજાયું

હિન્દ ન્યુઝ, વલસાડ       વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના “સ્વચ્છતા હી સેવા” ના સંકલ્પને સાકાર કરવા વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના વડપણ હેઠળ રવિવારે વલસાડના રમણીય તિથલ બીચ ખાતે ‘ક્લિન તિથલ-ક્લિન વલસાડ’ની ટેગલાઈન સાથે વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે ૮થી ૧૧ વાગ્યા સુધી સતત ત્રણ કલાકના આ અભિયાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર ટીમ બનાવી તિથલ બીચ તેમજ આસપાસના આશરે ૪ કિમી વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનમાં આરોગ્ય વિભાગ, પોલીસ, હોમગાર્ડ, એનસીસી, એનએસએસ તેમજ વિવિધ ખાનગી અને સેવાભાવી સંસ્થાના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.…

Read More