કચ્છના અખાતમાં ડોલ્ફિન્સની ધમાકેદાર મોજ!

હિન્દ ન્યુઝ, કચ્છ / દ્વારકા ગીર ફાઉન્ડેશનના સર્વેમાં ખુલાસો – કચ્છના અખાતમાં ૧૯૩ ડોલ્ફિન, દરિયાઈ વારસો સમૃદ્ધ    ગીર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા તાજેતરના દરિયાઈ સર્વેમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ કચ્છના અખાતમાં સૌથી વધુ જોવા મળતા દરિયાઈ પ્રાણીઓમાં ડોલ્ફિન મોખરે રહી છે. સંશોધકોને સર્વે દરમિયાન કુલ ૧૯૩ જેટલી ડોલ્ફિન જોવા મળી હતી, જે દર્શાવે છે કે આપણો દરિયાઈ વારસો કેટલો સમૃદ્ધ અને તંદુરસ્ત છે. આ આંકડો કચ્છના અખાતની જૈવવિવિધતાની સમૃદ્ધિનો મજબૂત પુરાવો છે. નિષ્ણાતોના મતે, ડોલ્ફિનની હાજરી એ સ્વચ્છ અને સમતોલ દરિયાઈ પર્યાવરણનું પ્રતીક છે. આ સર્વેના તારણો…

Read More

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે 7મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે 4 દિવસ માટે ‘ફિનિશિંગ સ્કૂલ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.  કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શન અને પરવાનગી હેઠળ યોજાયેલા આ તાલીમ વર્ગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, સંવાદ કૌશલ્ય (ક્રોસ-કમ્યુનિકેશન સ્કિલ્સ) સુધારવો અને તેમની રોજગારક્ષમતા (એમ્પ્લોયેબિલિટી) વધારવાનો હતો. ચાર દિવસીય આ તાલીમ કાર્યક્રમમાં નિષ્ણાત ટ્રેનર્સ સંદીપ શાહ અને પરેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જીવનઉપયોગી માર્ગદર્શન તેમજ વ્યવસાયિક કૌશલ્યો અંગે સઘન તાલીમ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંકલન કોલેજના પ્રો. એસ.એ.શાહ તથા પ્રો. એસ.પી.ચંદ્રેશા દ્વારા કરવામાં આવ્યું…

Read More

દાહોદ DRDA નિયામકની લીમખેડા RSETI સેન્ટરની મુલાકાત: તાલીમાર્થી બહેનોને સ્વરોજગાર માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક દ્વારા લીમખેડા સ્થિત રૂ૨લ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (RSETI) સેન્ટરની સઘન મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર ખાતે તાલીમ મેળવી રહેલી મહિલાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો અને તેમને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. મુલાકાત દરમિયાન DRDA નિયામકે બ્યુટી પાર્લર અને સીવણ વર્ગની તાલીમાર્થી બહેનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. બ્યુટી પાર્લર ક્ષેત્રે ગ્રાહક વ્યવહાર, સ્વચ્છતા અને હાઇજીન, આધુનિક સાધનોનો ઉપયોગ તેમજ વિવિધ સર્વિસની ગુણવત્તા જાળવવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિયામકશ્રીએ મહિલાઓને ગ્રામીણ અને સ્થાનિક…

Read More

વડાપ્રધાનનાં વડોદરા પ્રવાસ પૂર્વે મહાપાલિકા દ્વારા ઘનિષ્ઠ સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, વડોદરા       વડોદરા ખાતે આગામી તા. ૮ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને સૌંદર્યવર્ધનના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે ગોત્રી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તળાવ પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સુઘડ પર્યાવરણ મળી રહે તે માટે મહાનગરપાલિકાની ટીમો દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનની સાથે…

Read More

વડોદરા જિલ્લામાં આરોગ્ય વિભાગની વિવિધ યોજનામાં સંતૃપ્તિકરણ માટેવિશેષ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, વડોદરા     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૦૮ સપ્ટેમ્બરના વડોદરા પ્રવાસને ધ્યાને રાખીને વડોદરા જિલ્લામાં તા. ૦૧ સપ્ટેમ્બરથી તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘PM Program Saturation of Flagship Scheme’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનશ્રી સાથે સંકળાયેલી વિવિધ ફ્લેગશિપ યોજનાઓનો વ્યાપ સંપૂર્ણ સ્તરે પહોંચાડી જિલ્લાના છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સુલભ બનાવવાનો છે. મુખ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, આ વિશેષ ઝુંબેશ અંતર્ગત વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ…

Read More

કાલાવડ તાલુકાના નિકાવા ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા

હિન્દ ન્યુઝ, કાલાવડ       ભારતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની અનેરી ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે પણ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.      દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ-નિકાવા અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકાવા ગામના હૃદય સમાન નંદીગ્રામ ચોક ખાતે સવારે ગ્રામજનો એકત્ર થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાન, રાસ અને જયઘોષના નારા સાથે શોભાયાત્રાએ ગામની મેઈન બજારમાં નગરચર્યા માટે પ્રસ્થાન કર્યું હતું.      શોભાયાત્રામાં અલગ-અલગ સુશોભિત…

Read More

સાંસદ ડો.હેમાંગ જોશીની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, વડોદરા      વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સાંસદ ડો.હેમાંગ જોશીની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ કચેરીઓનાં વડાઓ સાથે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઇ હતી.  દિશાની બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના (મનરેગા યોજના), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સાંસદ આદર્શ ગામ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડીઓ, માતૃ વંદના યોજના, આરોગ્ય ક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સિંચાઈના કામો,…

Read More

જાવલા ગામે સેવાસેતુ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોને ઘરઆંગણે મળ્યો યોજનાઓનો લાભ

હિન્દ ન્યુઝ, વડોદરા     ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં આરોગ્ય, સમાજ કલ્યાણ અને આઈ.સી.ડી.એસ. સહિત વિવિધ વિભાગોની સેવાઓનો નાગરિકોએ લાભ લીધો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાવલા ગામ ખાતે ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં સેવાસેતુ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જાવલા ઉપરાંત આસપાસના ગામોના લાભાર્થીઓએ પણ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત નાગરિકોને વિવિધ સેવાઓ અને યોજનાકીય લાભો ઘર નજીક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.  આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા માતૃશક્તિ યોજના, બાળશક્તિ યોજના અને પૂર્ણા યોજના અંતર્ગત કુલ ૩૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. સમાજ કલ્યાણ…

Read More

વડોદરામાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઓચિંતી મુલાકાત — આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને દર્દીઓની સુવિધાની વાસ્તવિક સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરાની સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગના HOD, તબીબો અને કર્મચારીઓ તેમજ વિધાર્થીઓ અને સારવાર લેતા દર્દીઓ સાથે સંવાદ કર્યો અને સમસ્યાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે અધિકારીઓને સૂચના આપી. આરોગ્ય સેવામાં વ્યવસ્થા સાથે સંવેદના અને વિકાસ સાથે માનવતા એજ ગુજરાત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા. :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, સુલભ અને માનવતાસભર બનાવવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અભિગમના ભાગરૂપે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ…

Read More

શિક્ષક દિન – વર્ગખંડથી ગ્રીન મિશન સુધી વડોદરાની સરકારી શાળાના શિક્ષિકા કરી રહ્યા છે લીલાછમ ભવિષ્યના નિર્માણ માટેના ઝુંબેશનું નેતૃત્વ 

હિન્દ ન્યુઝ, વડોદરા      પર્યાવરણ સંરક્ષણને જનઆંદોલનમાં ફેરવીને, પ્રકૃતિ મિત્ર ગ્રુપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં વૃક્ષારોપણ, જૈવવિવિધતા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર વિશ્વ રેકોર્ડ બનાવવાનો નથી, પરંતુ પ્રકૃતિનું રક્ષણ કરવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળું ભવિષ્ય સુરક્ષિત કરવાની એક મોટી પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડોદરામાં આ પહેલે ૧૪૦ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને એકસાથે જોડ્યા છે. આ વર્ષે, છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો પણ આ અભિયાનમાં જોડાયા છે, જેનાથી તેની પર્યાવરણીય…

Read More