ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો સપ્ટેમ્બર-૨૦૨૧નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૯/૨૦૨૧ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે જિલ્લા કલેક્ટર, ભાવનગરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ બે નકલોમા તા.૧૩/૦૯/૨૦૨૧ સુધી રજાના દિવસો સિવાય તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે. અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકાશે નહી તેમ મામલતદાર ઘોઘાની યાદીમાં…

Read More

ભાવનગર જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજાએ જણાવ્યું કે, ૨૧ મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સમાજ-જીવનમાં યોગદાન દ્વારા તે હંમેશા પ્રતિત થતું આવ્યું છે. હાઇટેક સ્કૂલ, કાળીયાબીડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સમાજ જીવનના કોઈ પણ સફળ વ્યક્તિત્વની પાછળ એક શિક્ષકનું અભૂતપૂર્વ યોગદાન હોય છે.સમાજમાં ભણતર સાથે ગણતર અને ઘડતર કરવાનું શ્રેષ્ઠ કાર્ય શિક્ષકો કરે છે. આજે સન્માનિત થયેલા શિક્ષકોએ તેમની ક્ષમતાને બહાર લાવીને…

Read More

મોડાસાના ભામાશા હોલ ખાતે શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, મોડાસા અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારંભ કાર્યકમ પ, સપ્ટેમ્બરે ગુજરાત રાજયના બિન અનામત વર્ગોના અયોગના ઉપાધ્યાક્ષ રશ્મિભાઇ પંડયાના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં મ.લા ગાંધી કોલેજ કેમ્પસ ભામશા હોલ મોડાસા યોજવામાં આવ્યો. આ પ્રસંગે રશ્મિભાઇ પંડયાએ પ્રાસંગિક પ્રવચનમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા.સર્વપલ્લી રાધાકૃષ્ણનને જન્મ જયંતીએ તેમને યાદ કરતાં જેમણે સંસ્કાર અને સિંચન કરી દેશની પ્રગતિ માટે વિધાર્થીઓને તૈયાર કર્યા છે તેમને આજે ભારત દેશમાં શિક્ષણ ક્ષંત્રે શિક્ષકોએ જ્ઞાનની ગંગા સતત વહેતી રાખી છે. શિક્ષકો જ્ઞાનના સ્ત્રોતને ગામડાના છેવાડા વિસ્તાર સુધી પંહોચાડ્યું છે. તેમને તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના…

Read More

જસદણ જલારામ મંદિરે છોટે જલારામ દિવંગત પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાની જન્મદિને અખંડ રામ ધૂન યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ જલારામ મંદિરે છોટે જલારામ દિવંગત પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાના રવિવારે 88 માં જન્મદિને રવિવારે સવાર થી રામ ધૂન અખંડ રામાયણ પાઠ સાથે ધમધમાટ શરૂ થયો હતો. ભૂખ્યાને ભોજન અને રામનામની આહલેક જગાડનાર પૂજ્ય બાપાના આ જન્મદિને તેમનાં અનેક સેવકો તન મન ધનથી જહેમત ઉઠાવી રહ્યાં છે અને ભાવિકો પૂજન માટે આવી રહ્યાં છે. હરિરામ બાપાનો જન્મ ૧૯૩૪ ની છઠ્ઠી સપ્ટેમ્બરે જસદણમાં થયો હતો પણ તેમણે નાગપુરને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમની પ્રેરણાથી જ નાગપુરના જલારામ મંદિરનો વિકાસ થયો. એ માધ્યમથી જ અનેક સેવાઓ લોકો…

Read More

ભાવનગરના અનોખા અને ઇનોવેટિવ શિક્ષક નાથાભાઈ ચાવડાની શિક્ષણને છાજે તેવી કામગીરી

હિન્દ ન્યુઝ, ભાવનગર આવતીકાલે એટલે કે, ૫ સપ્ટેમ્બરના રોજ આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિવ ડૉ.સર્વપલ્લી રાધાક્રિષ્નનનો જન્મ દિવસ છે. જેને સમગ્ર રાષ્ટ્રમાં “શિક્ષકદિન”તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક મહાન ફિલોસોફર હોવા સાથે એક શિક્ષક પણ હતાં. તેઓએ એક વખત એવું પણ કહ્યું હતું કે, હું પહેલાં શિક્ષક છું અને પછી રાષ્ટ્રપ્રમુખ છું. આવી શિક્ષક પ્રત્યેની પ્રીતિ ધરાવનાર વ્યક્તિના જન્મ દિવસને આપણે પ્રતિવર્ષ શિક્ષકદિન તરીકે મનાવીએ છીએ. શિક્ષણ અને શિક્ષકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આધુનિક યુગમાં શિક્ષણ સિવાય રાષ્ટ્રીય કામગીરીમાં પણ અગ્રેસર રહી ચાણક્યની ભાષામાં ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ની ઉક્તિને સાકાર કરે…

Read More

ઘોઘા તાલુકાના વાલેસપુર અને ભીંકડા પ્રાથમિક શાળામા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકામાં વાલેસપુર અને ભીંકડા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ, સામાન્ય ઉમેદવારો માટે વયમર્યાદા લઘુતમ ૨૦ વર્ષ અને ૩૫ વર્ષથી ઓછી હોવી જોઈએ. વિધવા, ત્યક્તા તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ઘોઘા ખાતેથી મળી શકશે. ઉમેદવારોએ પોતાનાં ફોર્મ અરજી તા.૧૬/૦૯/૨૦૨૧ સુધીમાં જરૂરી આધારો સાથે મામલતદાર કચેરી, ઘોઘાને મોકલી…

Read More

ભાડલા ગામે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા મંત્રી બાવળીયા

હિન્દ ન્યુઝ, લોક કલ્યાણલક્ષી યોજનાના લાભ જન-જન સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ – પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ભાડલા ગામે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા મંત્રી બાવળીયા આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, વિધવા, નિરાધાર વૃદ્ધ સહાય કાર્ડ, જાતી,આવકના દાખલાઓ સહિતની ૫૦૦ થી વધુ લાભાર્થીઓને સેવા-સુવિધા એક છત્ર નીચે પુરી પડાઈ જસદણ તાલુકાના ભાડલા ખાતે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સેવાસેતુ કેમ્પનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની લોકકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી ઉપલબ્ધ બને તે માટે જરૂરી કાર્ડ અને…

Read More

વિંછીયા તાલુકામાં કોરોના રસીકરણની જાગૃતિ અંગે ગ્રામસભાનું થયેલું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગામોમાં કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ કાલ તા. ૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં છાસીયા અને અમરાપર ગામે ગ્રામસભા યોજાય હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે સૌ વેકિસીનેશન કરાવે તે જરૂરી છે. લોકોએ અફવા અને અંધશ્રધ્ધાથી દૂર રહી પોતાની અને પરિવારની સુરક્ષા માટે આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. વિંછીયાના પ્રાંત અધિકારી પારસ વાંદાએ જણાવ્યું હતું કે હજુ તાલુકાના ૧૨થી વધુ જેટલા ગામોમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે…

Read More

“અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ : શ્રેષ્ઠ ભારતાના પાંચ પ્રકલ્પ” કાર્યક્રમ રાષ્ટ્રના વિકાસ માટે યુવાશક્તિને પ્રેરિત કરવાનો અમૂલ્ય અવસર : રાજ્યપાલ

હિન્દ ન્યુઝ,  “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ : શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” કાર્યક્રમનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આ યોજનાથી શ્રેષ્ઠ ભારત – સક્ષમ ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રત્યેક નાગરિકને સહભાગી થવા યુવાનો પ્રેરણા પૂરી પાડશે : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા યુવાશક્તિના યોગદાનથી રાષ્ટ્રના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા શિક્ષક દિન-5 મી સપ્ટેમ્બર થી રાજ્યભરની યુનિવર્સિટી – કોલેજોમાં “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ, શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” કાર્યક્રમનો થશે પ્રારંભ

Read More

મા યોજનાના ૧૦મા વર્ષમાં સફળતાપૂર્ણ પ્રવેશ રાજ્યના કોઇપણ નાગરિકનું પૈસા કે સારવારના અભાવે મૃત્યુ ન થાય એજ અમારો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, મા યોજના હેઠળ ૨૭૦૦ થી વધુ બિમારીઓ આવરી લઇ વિનામૂલ્યે સારવાર ‘‘મા’’– મા વાત્સલ્ય યોજનાનુ PMJAY-મા યોજનામાં એકત્રીકરણ, પરિવારના બદલે વ્યક્તિગત ઓળખ કાર્ડ, રાજ્યના ૩૫ લાખથી વધુ પરિવારોને રૂા.૫૨૦૦/-થી વધુ રકમની વિના મૂ્લ્યે સારવાર પૂરી પડાઇ, બાલસખા યોજના અને ચિરંજીવી યોજનાનો PMJAY માં સમાવેશ, રાજ્યની ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિવિધ સારવાર ઉપલબ્ધ, ખાનગી હોસ્પિટલોની સારવારનું બીલ રાજ્ય સરકાર ચૂકવે છે, વિમા કંપની સાથે MOU : ૧૪૧૫ કરોડનું પ્રીમીયમ નાગરિકો વતી રાજ્ય સરકાર ચૂકવે છે, આ યોજના હેઠળ રાજયના નાગરિકોને કેન્સર, હૃદયરોગ, કિડની જેવા ગંભીર…

Read More