સંસદસભ્ય પૂનમ માડમની નાગરિક ઉડ્ડયન સમિતિમાં નિમણૂક

જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમની નાગરિક ઉડ્ડયન સમિતિમાં નિમણૂક થઈ છે. કેન્દ્ર સરકારશ્રી એ નાગરિક ઉડ્ડયન વિભાગની સલાહકાર સમિતિની રચના કરી છે. જેમાં કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી હરદીપસિંહ પુરી ચેરમેન છે અને સાંસદસભ્ય પૂનમ માડમ સહિત 16 સભ્યોની નિમણૂક થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદસભ્ય પૂનમ માડમ કેન્દ્ર સરકારની સ્ટેન્ડીંગ કમિટી ઓફ વુમન એમ્પાવરમેન્ટ કમિટી ઓફ પબ્લિક અંદર ટેડિન્ગ ડિપાર્ટમેન્ટ રિલેટેડ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી કમિટીઓની ઇન્ડસ્ટ્રીઝના સભ્ય તરીકે જવાબદારી સંભાળે છે.

Read More

જુનાગઢ  જિલ્લાના માંગરોળમાં બ્રહ્મસમાજના માજી પ્રિન્સિપાલ હસુમતિબેનનુ થયેલ ચક્ષુદાન

ચક્ષુદાન મહાદાન    જુનાગઢ  જિલ્લાના માંગરોળમાં બ્રહ્મસમાજના માજી પ્રિન્સિપાલ હસુમતિબેનનુ થયેલ ચક્ષુદાન માંગરોળમાં તા.૨૮-૧૧-૨૦૧૯ માગશર સુદ બીજના દિવસે બ્રહ્મ સમાજના મહેતા પરિવારના સ્વ.હસુમતિબેન શાંતિલાલ મહેતા (ઉ.વર્ષ.૮૨) {રહે.હાટકેશ્વર મંદિર પાસે,નાગરબ્રાહ્મણ વાડી.}કે જેઓ બિપીનકુમાર શાંતિલાલ મહેતાના માતૃશ્રી તેમજ નગરપાલિકા માંગરોળના માજી ચીફ ઓફીસર શ્રી માધવલાલ વૃંદાવનદાસ મહેતાના પુત્રવધુ થાય છે જેઓ આજે ભુલોકથી પરલોક સિધાવેલ છે. પરમધામગમન થયેલ સ્વ.હસુમતીબેનએ પ્રાથમિક કન્યાશાળા લિમડાચોક,માંગરોળમાં આચાર્ય તરીકે ફરજ બજાવેલ હતી.હાલ તેઓ નિવૃત હતા. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આથી માંગરોળ જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરા દ્વારા શિવમ્…

Read More

શેરિયાજ ગામે ગર્ભવતી  મહિલાને ઢોરમાર મરવામા આવ્યો

  માંગરોળ શેરિયાજ ગામે ગર્ભવતી  મહિલાને ઢોરમાર મરવામા આવ્યોમાંગરોળ તાલુકા ના શેરિયાજ ગામની ગર્ભવતી મહિલા ને ગામના જ બૅ વ્યક્તિ દ્વારા ઢોર માર મારતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામા આવી હતી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ ગામમા આઠ માસની પ્રેગ્નેનસી ધરાવતી મહિલાને ગામના જ બૅ ઇસમો દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવી, તો પારસબેન જયેશભાઇ ડાકી નામની મહિલાના પેટમા આઠ માસની પ્રેગ્નેન્સી હતી, આ મહિલા જ્યારે પોતાના ઘરે શેરિયાજ ગામે કપડા ધોતી હોય ત્યારે શેરિયાજ ગામના જ વતની જયેશ નગા ભાદરકા અને અશોક નગા ભાદરકા ત્યા આવેલ અને…

Read More

જામનગર જિલ્લાના ૧.૮૩ લાખ બાળકો માટે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો ધુતારપરથી પ્રારંભ

જામનગર તા.૨૭ નવેમ્બર, જામનગર  જિલ્લાના આશરે ૧ લાખ ૮૩૦૦૦ બાળકોના આરોગ્યની તપાસ અર્થે જિલ્લાના ધુતારપર ગામથી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણીના હસ્તે અને આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રેખાબેન ગજેરાની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી વિદ્યા મંદિરથી શુભારંભ કરવામાં આવ્યો હતો.  જિલ્લાની તમામ ૯૧૯ આંગણવાડી, ૮૦૮ પ્રાથમિક શાળા, ૧૮૬ માધ્યમિક શાળા, અન્ય ૯ જેટલી શાળાઓ સહિત કુલ ૧૯૨૨ જેટલી સંસ્થાઓમાં નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ બાળકોને તપાસમાં આવરી લેવામાં આવશે. બાળકોમાં રહેલી ખામી, રોગ, વિકાસલક્ષી વિલંબ કે જન્મજાત ખોડખાંપણ જોવા મળે તો બાળકોને ત્રિસ્તરીય સેવાઓ દ્વારા તપાસીને સઘન સારવાર માટે…

Read More

રામપર ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકની પ્રેરક ઉપસ્થિતિમાં બંધારણીય દિવસની ઉજવણી કરાઇ

જામનગર  તા.૨૬નવેમ્બરને સમગ્ર રાષ્ટ્રમાં બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જામનગર જિલ્લાના રામપર ગામે ખાસગ્રામસભામાં જિલ્‍લા વિકાસ અધિકારી પ્રશસ્‍તિ પારીકની પ્રેરક ઉપસ્થિતિમાં બંધારણીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં પદાધિકારી, કર્મચારી સહિત બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા. જેમણે બંધારણના આમુખના વાંચન સહ શપથ લીધા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામસભામાં રજુ થયેલ લોકપ્રશ્નો વિશે લોકમુખે જ માહિતી મેળવી હતી તેમજ તેનું નિરાકરણ લાવવા લગત વિભાગને સુચનાઓ આપી હતી. આ ઉપરાંત ગ્રામ વિકાસ, ખેતીવાડી, આરોગ્‍ય જેવી વિવિધ યોજનાઓ અને ગામના વિકાસાર્થે તૈયાર કરાયેલ “વિલેજ ડેવલપમેન્‍ટ પ્‍લાન” વિષે ચર્ચા કરી…

Read More

રાજકોટમાં વિશ્વ માલધારીદિન નિમિતે માલધારી સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલી : 700 બાઈક સાથે 2000 થી વધુ યુવાધન ઉમટી પડયા

રાજકોટમાં વિશ્વ માલધારીદિન નિમિતે માલધારી સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ, 700 બાઈક સાથે 2000 થી વધુ યુવાધન ઉમટી પડયા. વિશ્વભરમાં વસવાટ કરતાં માલધારી સમાજ દ્વારા 26 નવેમ્બરે વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુસંધાને રંગીલા રાજકોટમાં પણ દર વર્ષની જેમ આજે પણ બાઈક રેલી યોજીને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. 26 નવેમ્બર ડો. વર્ગીશ કુરીયને દૂધનું મહત્વ સમજાવવા દૂધનું આર્થિકી કરણ કરીને શ્વેત ક્રાંતિ સર્જી હતી અને આ દિવસે ડો.વર્ગીશ કુરીયનો જન્મ દિવસ પણ મનાવવામા આવે છે તેમજ સાથો સાથ માલધારી દિવસ તરીકે પણ…

Read More

દિવસમાં 30 મીનિટ બંધ રાખો સ્માર્ટફોન, થશે આટલા બધા ફાયદા…

સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. યૂઝર્સ પોતાના સ્માર્ટફોનને પોતાનાથી બે મીનિટ પણ દૂર રાખતા નથી. પરંતુ એક્સેલિઓન કંપનીના સીઈઓ યોર્ગન એડહોલ્મે દિવસમાં રોજ ઓછામાં ઓછી 30 મીનિટ સ્માર્ટફોનને બંધ રાખવાની સલાહ આપી છે.એક્સેલિઓન કંપની મોબાઈલ માટે સિક્યોર ફાઈલ શેયરિંગનું કામ કરે છે. દિવસમાં 30 મીનિટ માટે ફોન બંધ રાખવા માટે યોર્ગને ધણા બધા ફાયદાઓ બતાવ્યા છે. તેમનું કહેવું છે કે, સ્માર્ટફોનથી હેલ્થ પર પણ અસર પડતી હોય છે. તે ઉપરાંત કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ આવું જ કહેવું છે. સ્માર્ટફોનને બંધ કરવાથી અથવા તેને હાઈબર્નેટ મોડ પર…

Read More

કોઈ પોલીસ તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો શુ કરવુ? જાણો આ અંગે વધુ……

કાલાવડ ની એકમાત્ર અને સૌરાષ્ટ્ર નુ નંબર વન ન્યુઝ પોર્ટલ  કોઈ પોલીસે તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો અહિંયા તમે પોલીસ સામે ડાયરેક્ટ ફરીયાદ લખાવી શકો છો.  સામાન્ય રીતે લગભાગ તમામને પોલીસ સ્ટેશનમાં કડવા અનુભવ થયા જ હોય છે. પોલીસ સ્ટેશને વ્યવસ્થિત જવાબ ન મળવો, ખોટા ઘક્કા ખવડાવવા, અયોગ્ય અને ઉદ્દત વર્તન કરવુ, તેમજ અરજદાર સાથે મનમાની કરવી એવા કેટલાય ખરાબ અનુભવો લોકોને થયા હશે. પોલીસ અત્યાચારની ઘટનાઓ વધતી જાય છે પરંતુ કાયદાની અજ્ઞાનતાના કારણે અને પોલીસના ડરના કારણે લોકો પોલીસ વિરુદ્ધ ફરીયાદ કરતા નથી પરંતુ હવે તમારે ડરવાની…

Read More

ગૂગલ અસિસ્ટન્ટમાં માય સ્ટોરીટાઈમ ફીચર ઉમેરવામાં આવ્યું, ઓનલાઈન સ્ટોરી રેકોર્ડ શેર કરી શકાશે

ગેજેટ ડેસ્કઃ ગૂગલ અસિસ્ટન્ટને વધારે સુવિધાનજક બનાવવા માટે તેમાં ‘My Storytime’ (માય સ્ટોરીટાઈમ) ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર નેસ્ટ મિનિ, નેસ્ટ હબ અને હબ મેક્સ ધરાવતા ડિવાઇસ પર વિવિધ સ્ટોરી રેકોર્ડ કરી શકશે. આ ફીચર જેનિફર ઓલિવરની ફેમિલીથી ઇન્સ્પાયર્ડ છે તેમને ઇન્ટરનેટ પર એક મેસેજ પણ શેર કર્યો છે. યુઝર MyStorytime.com વેબસાઈટ પરથી સ્ટોરીને રેકોર્ડ કરી શકે છે અથવા mp3 ફાઈલને અપલોડ કરી શકે છે. અપલોડ કરવામાં આવેલી સ્ટોરીને યુઝર અને યુઝરએ સિલેક્ટ કરેલા લોકો જ સાંભળી શકે છે. અપલોડ કરેલી સ્ટોરીને ફ્રેન્ડ અને ફેમિલી સભ્યો સાથે શેર…

Read More

સેમસંગ બે નવા સ્માર્ટફોન ગેલેક્સી A51 અને ગેલેક્સી A81 લોન્ચ કરશે, ગેલેક્સી A51માં ચાર રિઅર કેમેરા હશે

ગેજેટ ડેસ્ક. સેમસંગ ટૂંક સમયમાં બે નવા સ્માર્ટફોન ‘ગેલેક્સી A51’ અને ‘ગેલેક્સી A81’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મોડલ નંબર SM-A515Fના નામથી લોન્ચ થનાર આગામી ગેલેક્સી એ સીરિઝના સ્માર્ટફોનના બ્લૂટૂથ અને વાઈ-ફાઈ સર્ટિફિકેશન સાઈટ પર સપોર્ટ થયો હતો. તેને ગેલેક્સી A51 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેમાં 5 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ કેમેરા હશે. તે ઉપરાંત SM-AN815F મોડલ નંબરનો સ્માર્ટફોન પણ સ્પોટ થયો હતો. તેને ગેલેક્સી A81 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. સેમસંગ ગેલેક્સી A81 સ્માર્ટફોનનાં એસ-પેન સપોર્ટ મળશે, જે અત્યાર સુધી સેમસંગના ગેલેક્સી નોટ…

Read More