કોલંબોઃ શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ કહ્યું છે કે બમ્બનટોટા બંદરને 99 વર્ષ માટે ચીનને ભાડાપટ્ટે (લીઝ) પર આપવું તે સરકારની ભૂલ હતી. આ સમજૂતી પર ફરી વખત વાતચીત થઈ રહી છે. રોકાણ માટે લોનનો નાનો હિસ્સો આપવો તે અલગ વાત છે, પરંતુ રણનીતિની દ્રષ્ટિએ તે એક આર્થિક બંદર છે, જે આ રીતે આપી દેવું બિલકુલ ખોટી વાત છે. તેના પર અમારું નિયંત્રણ હોવું જોઈએ. શ્રીલંકાને આપવામાં આવેલ લોનની ભરપાઈ નહીં કરી શકતાં વર્ષ 2017માં ચીને હમ્બનટોટા બંદરગાહને પોતાના અધિકાર હેઠળ લઈ લીધું હતું. રાજપક્ષેએ કહ્યું હતું કે શ્રીલંકાને એક તટસ્થ…
Read MoreCategory: International
હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોની જીત પર સરકાર વિફરી, મીડિયાએ કહ્યું- મતદાન તોફાનીઓની ભેટ ચડ્યું
બેજિંગ: હોંગકોંગમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ જ્યાં એક તરફ લોકોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ ચીન આ પરિણામો પર લાલઘૂમ છે. ચીનના મીડિયાનું કહેવું છે કે લોકતંત્ર સમર્થકોને જીત એટલા માટે મળી કારણ કે લોકોમાં તેમનો ડર હતો. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે આ મતદાન તોફાનીઓની ભેટ ચડી ગયું છે. હોંગકોગમાં સોમવારે જાહેર થયેલા જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામોમાં લોકતંત્ર સમર્થક ઉમેદવારોને 452માંથી 390 સીટ પર જીત મળી . આ કુલ સીટોનું લગભગ 86 ટકા છે. વોટીંગમાં પણ હોંગકોંગના લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો હતો. 2015ના 14.7 લાખ…
Read More