હિન્દ ન્યુઝ, જામનગર જવાહર નવોદય વિદ્યાલય જામનગર દ્વારા લેવાનાર ધોરણ 6 પ્રવેશ પરીક્ષા – 2025 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.પહેલાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 જુલાઈ 2025 હતી જે હવે વધારીને 13 ઓગસ્ટ 2025 કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર હજુ સુધી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શક્યા નથી, તેમને આ તકનો લાભ લઈને 13 ઓગસ્ટ, 2025 પહેલાં તેમનું ઓનલાઈન ફોર્મ ભરી દેવા આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય જામનગરની યાદીમાં જણાવાયું છે.
Read MoreCategory: Education
સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આણંદ જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે ૭૮ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી- ૨૦૨૪ અંતર્ગત બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં નિમણૂક પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ, ગાંધીનગર દ્વારા મેરીટ કમ પ્રેફરન્સના ધોરણે કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવી હતી અને આણંદ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ સહાયકો ફાળવવામા આવ્યા હતા. આણંદ જિલ્લામાં સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ ૭૮ શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એ નવનિયુક્ત શિક્ષકોને ફરજ પૂરી પ્રામાણિકતાથી અને…
Read Moreજામનગરના મોટી બાણુગર ખાતે વિશ્વ હેપેટાઈટિસ દિવસની ઉજવણી અંતર્ગત “લેટ્સ બ્રેક ડાઉન” થીમ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર વિદ્યાર્થીઓમાં હેપેટાઈટિસ, ટીબી, એનીમિયા અને વાહકજન્ય રોગચાળા અંગે જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના હેતુસર “લેટ્સ બ્રેક ડાઉન” ની થીમ પર શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મોટી બાણુગાર ખાતે વિશ્વ હેપેટાઈટિસ દિવસ ૨૦૨૫ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુગર હેઠળ આવતી આ શાળામાં ધોરણ ૧૧ અને ૧૨ ના ૫૮ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને હેપેટાઈટિસના વિવિધ પ્રકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને ટીબી, વાહકજન્ય રોગો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, ડાયેરિયા અને એનીમિયા વિશે…
Read Moreમેરા યુવા ભારત જામનગર દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર “મેરા યુવા ભારત” જામનગર દ્વારા આ યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે હેતુથી કારગિલ વિજય દિવસ નિમિતે જામનગરની નવા નાગના સરકારી હાઇસ્કૂલ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં યુવાઓએ “કારગિલના શહિદો – રાષ્ટ્રની શાન અને અભિમાન”, કારગિલ યુદ્ધના પ્રેરણાદાયક પ્રસંગો, શહિદ જવાનોના બલિદાન અને દેશપ્રેમ અંગે ભાવનાત્મક પ્રસંગો રજૂ કર્યા હતા.સ્પર્ધાના મુલ્યાંકન માટે અતિથિ તરીકે નિવૃત્ત સેનાધિકારીઓ અને શિક્ષકોએ સેવા આપી હતી. સ્પર્ધામાં વિજેતાઓ તરીકે કટેશિયા ભાવેશ પ્રથમ સ્થાને, વાઘોડિયા પિયુષ દ્વિતીય અને કાંકરિયા દિયાતૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા.આ તમામ વિજેતાઓને પ્રમાણપત્રો અને…
Read Moreઅનુપમ શાળા, અનુપમ શિક્ષણ, અનુપમ તક
હિન્દ ન્યુઝ,બોટાદ પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય-બોટાદમાં ધોરણ-6માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા વધારે વિદ્યાર્થીઓને તક મળી રહે તે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29-7-2025 સુધીની છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટીની લીંક https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration છે. જે વિદ્યાર્થી જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતો હોય તે જિલ્લામાં ધોરણ-5માં શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન અભ્યાસ કરતો હોવો જોઈએ. તેમજ વિદ્યાર્થીની શાળા તેમજ નિવાસ ફરજીયાત બોટાદ જિલ્લામાં જ હોવો જોઈએ. ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે 75 ટકા, વિદ્યાર્થિનીઓ માટે 1/3 ભાગ અન્ય પછાત વર્ગ (OBC) અનુ.જાતિ/ અનુ.જનજાતિ અને દિવ્યાંગ માટે ભારત…
Read Moreધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત ઝાલોદ તાલુકાના ઘટક ૨ના ડુંગરી સેજાના આંગણવાડી હેલ્પર બહેનોને રસોઈની અપાઇ તાલીમ
હિન્દ ન્યુઝ, દાહોદ હાલમાં ચાલી રહેલા સુપોષિત અને સી મેમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી હેલ્પર બહેનોને આંગણવાડી કેન્દ્રમાં સમયસર આવવા માટે અને આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા મેનુ મુજબ નાસ્તા માટે બાળક દીઠ કેટલા પ્રમાણમાં સામગ્રી લેવી અને તેને કઈ રીતે બનાવવી તે તમામ વાનગીઓનું લાઈવ વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું. જેથી બાળકોને આપવામાં આવતા નાસ્તાઓની પૌષ્ટિકતા અને ગુણવત્તામાં સુધારો કરી શકાય. આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતા તેમજ બાળકોની સ્વચ્છતા માટે હાથ ધોવાની પદ્ધતિનો ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યું સાથે હેલ્પર બહેનો આંગણવાડી કેન્દ્રમાં લાભાર્થીઓને વધુને વધુ લાભ મળી રહે અને બાળકોમાં…
Read Moreનવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય યુનિવર્સિટીઓના કુલપતિઓની બે દિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં દેશભરની ૫૦થી વધુ યુનિવર્સિટીઓના કુલપતિઓએ ભાગ લીધો છે. NEP-૨૦૨૦ની અમલવારીની સમીક્ષા, મૂલ્યાંકન અને આયોજન થકી ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને પરિપૂર્ણ કરવાનો આ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો રહ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ભારતનું ઉચ્ચ શિક્ષણ પરિપ્રેક્ષ્ય મૂળભૂત રીતે બદલાયું છે. આજે તેમાં વધુ સરળતા, આંતરવિષયક અભિગમ, સમાવેશી…
Read Moreપગથી પોતાનું ભાગ્ય લખતી બોટાદની છાયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવવામાં આવી : પત્ર લખી આપી શુભેચ્છા
હિન્દ ન્યુઝ, બોટાદ સફળતાનો માર્ગ પડકારો હોવા છતાં આગળ વધવાની હિંમતથી મોકળો થાય છે. આ વાત સાબિત કરી બતાવી છે બોટાદની દિકરી છાયાએ.. થોડા સમય અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું તેમાં છાયાએ 51 ટકા પ્રાપ્ત કર્યા છે. બંને હાથે દિવ્યાંગ હોવા છતાં છાયાએ કોઈપણ મદદ વગર ધોરણ-12 આર્ટ્સની પરીક્ષા આપી અને તેમાં સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ થઈ હતી. તેની આ સિદ્ધિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પત્ર લખી બિરદાવવામાં આવી છે. …
Read Moreઆણંદ જિલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે ૭૦ શિક્ષણ સહાયકોને નિમણૂકના હુકમ એનાયત કરાયા
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે ૭૦ શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવતા આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આ શિક્ષકોને નિમણૂક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી એ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ, ગાંધીનગર દ્વારા મેરીટ કમ પ્રેફરન્સ ના ધોરણે કેન્દ્રીયકૃત પદ્ધતિથી ઓનલાઈન આણંદ જિલ્લાને ફાળવવામાં આવેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૭૦ શિક્ષણ સહાયક ને નિમણૂક હુકમ આપવામાં આવે છે, આ નવનિયુક્ત શિક્ષણ…
Read Moreભારતની સાંસ્કૃતિક વિરાસતને સમજવા તથા આપણી મહાન ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન આવશ્યક છે.
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયમંત્રને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સમાજ સ્વીકૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષાને લોકભોગ્ય બનાવવાના ધ્યેય સાથે તાજેતરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ યોજનાઓ લોન્ચ કરવામાં આવેલ છે. આવો, સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટેની ‘યોજના પંચકમ્’ વિશે જાણીએ. સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના : સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના અન્વયે તા.6 થી 13 ઓગસ્ટ, 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અન્ય સંગઠનો દ્વારા સંસ્કૃતમય…
Read More