શાળામાં હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે, શાળાને આગળ ધપાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરીશ – પરેશભાઈ સોરઠીયા

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી ખારવા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી પરેશભાઈ સોરઠીયા અભ્યાસ કરાવે છે. તેઓ પોતાની શિક્ષક તરીકેની જવાબદારી પૂરી કરવાની સાથે સાથે બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે. જેવી કે, CET, NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ), જ્ઞાન સાધના, નવોદયના એક્સ્ટ્રા ક્લાસ લઇ બાળકોને અભ્યાસ કરાવે છે. ચાલુ વર્ષે ધો.૫ અને ધો.૮ના અંદાજે ૪૫ જેટલા બાળકોને તેઓ શાળાના સમય સિવાયના સમયમાં પરીક્ષાઓની તૈયારી કરાવે છે.     પરેશભાઈ સોરઠીયા જણાવે છે કે, હું શાળામાં હાજર…

Read More

સરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

‘વિચારથી વિજય સુધી’ હિન્દન્યુઝ, ગીર સોમનાથ      સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાર્ટ-અપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (SUSEC) તથા ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ (IIC), સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી“Bridging Ideas to Impact: Strengthening Regional Innovation Ecosystems for Scalable Startups”વિષય પર ઇનોવેશન ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડૉ. સ્મિતા છગના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન કોઓર્ડિનેટર પ્રો. પ્રિયા મંગે દ્વારા સમગ્ર કાર્યક્રમ સુનિયોજીત રીતે યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઇપીઆર ચેરપર્સન ડૉ. પાર્થે સેજપાલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા અને બૌદ્ધિક સંપત્તિ હક્કો અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું. શ્રી…

Read More

તળાજાની શ્રીમતી વાય. જે. જે. દોશી આર્ટસ & કોમર્સ કોલેજ‌ ખાતે મંગળવારે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર   ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૫મી ઓગસ્ટ,૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તળાજાની શ્રીમતી વાય. જે. જે. દોશી આર્ટસ & કોમર્સ કોલેજ‌,આયુર્વેદિક હોસ્પિટલ પાસે,ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં SSC / HSC / GRADUATE ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે બ્યુટિશિયન, હેર ડ્રેસર, ફ્લોર મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, પરચેઝ મેનેજર, એડમીન, માર્કેટિંગ હેડ, content creator, photographer, cashier, Housekeeping, Stock incharge, counseller, સેલ્સ ઓફિસર, માર્કેટિંગ ઓફિસરની જગ્યાઓ ભરવાની છે.  શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી, તથા આધારકાર્ડની કોપી સાથે સ્વખર્ચે ઉપસ્થિત…

Read More

મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગરના સક્રિય પ્રયાસોને કારણે શાળાએ ન જતી 10 બાળકીઓએ ફરી અભ્યાસ શરુ કર્યો

નારી વંદના ઉત્સવની ઉજવણી   હિન્દ ન્યુઝ, જામનગર      ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ, ગાંધીનગર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના જાન્યુઆરી ૨૦૧૫થી કાર્યરત છે. કન્યા કેળવણીને જન આંદોલન બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ધ્યેય દીકરીઓના ઘટતા જન્મદરને અટકાવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવું, અને તેમને સુરક્ષા પૂરી પાડવાનો છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સમાજમાં દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત કરવા માટે જામનગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત,…

Read More

પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય-બોટાદમાં ધોરણ ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૫

હિન્દ ન્યુઝ, બોટાદ                પી એમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય,બોટાદમાં ધોરણ-૧૧ માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૫ રહેશે.                  જવાહર નવોદય વિદ્યાલય, બોટાદમાં ધોરણ-૧૧ માં પ્રવેશ માટે અરજી કરવા ઈચ્છુક વિદ્યાર્થીની જન્મ તારીખ ૦૧/૦૬/૨૦૦૮ થી ૩૧/૦૭/૨૦૧૦ વચ્ચેની હોવી જોઈએ. વિદ્યાર્થીએ ગત વર્ષ ૨૦૨૪-૨૫ સરકારની માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. વિદ્યાર્થીએ ધોરણ-૧૦ માં ૬૦% અથવા તેનાથી વધારે ટકા પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.        …

Read More

શ્રી ભાંભણ પ્રાથમિક શાળામાં બાળકોની સલામતીને ધ્યાને રાખી તંત્રનું આગોતરું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ               બોટાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સમયાંતરે નિયમિત જિલ્લાની વિવિધ શાળાઓની જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર, ટેકનિકલ રિસોર્સ પર્સન અને અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓની ચકાસણી કરવામાં આવે છે. જે અન્વયે ચકાસણી દરમિયાન શ્રી ભાંભણ પ્રાથમિક શાળામાં બે ઓરડામાં તિરાડ ધ્યાને આવતાં તાત્કાલિક સાવચેતીના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.     આ બાબતે રાજ્ય કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીને જાણ કરવામાં આવી હતી.જે અન્વયે રાજ્યની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીના સિવિલ વિભાગ દ્વારા શાળાની તા.૨૦/૦૭/૨૦૨૫ ને રવિવારે રૂબરૂ મુલાકાત કરવામાં આવી…

Read More

જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ધો. ૦૬ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ તા.૧૩ ઓગસ્ટ સુધી ભરી શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ     પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૬-૨૭ માં ધોરણ ૦૬ માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૦૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે, તે માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે તે મુજબ હવે તા.૧૩-૦૮- ૨૦૨૫ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જે અન્વયે આણંદ જિલ્લામાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હજુ પણ ફોર્મ ભરવાના બાકી હોય તો તા. ૧૩ મી ઓગસ્ટ સુધીમા ફોર્મ ભરી છેલ્લી તારીખ પૂર્ણ થયા બાદ બે દિવસ સુધી ઓનલાઇન અરજી માં GENDER, CATEGORY…

Read More

“હા, હવે શનિવાર પણ શીખવાનો દિવસ છે!”: ટેન બેગલેસ ડે તેમજ આનંદદાયક શનિવાર અંતર્ગત બોટાદ જિલ્લાની શાળાઓમાં શિક્ષણપર્વની ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ                 બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનું નાનકડું ગામ બગડ. પણ અહીંની શાળામાં બાળકો માટે તકો એટલી મોટી છે, કે મોટા શહેરોની શાળાઓને પણ દાદ દેવી પડે. ‘ટેન બેગલેસ ડે’ અંતર્ગત બગડ પ્રાથમિક શાળામાં થયેલી ઉજવણીઓએ બતાવ્યું કે, શિક્ષણ પુસ્તકોની સાથે સાથે અનુભવ અને સર્જનાત્મકતામાં પણ છે. શિક્ષણ વિભાગનાં બેગલેસ ડેની ઉજવણીનાં પરિપત્ર અનુસાર બગડ પ્રાથમિક શાળા ખાતે દરેક શનિવારને કંઈક ખાસ બનાવવાની તૈયારી શાળાનાં આચાર્યશ્રી હિરલબા અને તેમની દ્રઢસંકલ્પી ટીમ દ્વારા કરવામાં આવી હતી. તેમનાં નેતૃત્વ હેઠળ દરેક શનિવારને ઉજવણીનાં તહેવારમાં ફેરવી…

Read More

જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા તા.૨૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરો

હિન્દ ન્યુઝ, આણંદ     પીએમ, શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભાદરણના આચાર્ય ની યાદીમાં જણાવ્યા મુજબ જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માં ધોરણ ૦૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા માટે ની છેલ્લી તારીખ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે, તેમ જણાવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આણંદ જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધોરણ ૦૮ અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા હોય, તેવો પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરી શકે છે. પ્રવેશ પરીક્ષા તારીખ ૦૭ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ને શનિવારના રોજ યોજવામાં આવશે,…

Read More

સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા જિલ્લામાં ત્રિ-દિવસીય ઉજવણી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃતના શિક્ષણને મહત્વ પ્રદાન કરવા, પ્રાથમિક, માધ્યમિક, ગ્રાન્ટેડ, ખાનગી, મહાવિદ્યાલયો સહિત શાળાઓ તેમજ નાગરિકોમાં સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે અને સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ત્રિ દિવસીય ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૬/૦૮/૨૦૨૫ થી તા.૦૮/૦૮/૨૦૨૫ની ત્રિ-દિવસીય ઉજવણી દરમિયાન…

Read More