જીવનમાં શિક્ષણનું મહત્વ કેટલું જરૂરી !

હિન્દ ન્યુઝ, ધરમપુર       મનુષ્યજીવન દુર્લભ છે અને ‘મનુભર્વ’ માણસ બનો અને સાચા અર્થમાં ‘મનુષ્યત્વને દીપાવો’ એ ભારતીય સંસ્કૃતિનો પરમ આદર્શ છે. એટલે શિક્ષણને મનુષ્યનો ‘બીજો જન્મ’ કહેવામાં આવ્યો છે. ગુરુ પાસે શિક્ષણ મેળવીને વ્યક્તિ મસ્તિષ્ક,હાથ અને હૈયાનો સદુપયોગ કરી શ્રેષ્ઠ નાગરિક બને અને મનુષ્યો ચિત્ત વ્યક્તિત્વ વિકસાવી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને સમુન્નત કરવામાં પોતાની બુદ્ધિ, જ્ઞાન અને અનુભવ સમર્પિત કરી ‘ત્યાગીને ભોગવી જાણો’ નો પરિતોષ અનુભવી શકે,એવા જીવનવિકાસમાં શિક્ષણ એને સજ્જ બનાવે. પોતાના માનવીય સંબંધો ઉદાત બનાવે, અનુકૂલન સાધી સમાજમાં શાંતિ વિકસાવામાં મદદરૂપ બને, એ માટે…

Read More

આંગણવાડીને મદરેસા નહીં બનવા દઈએ – હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગરમાં આવેલ મયુરનગર નજીક સોનલ નગરમાં જેએમસી સંચાલિત આંગણવાડીમાં ૩૦ બાળકો અભ્યાસ કરે છે. જેમાં બે મુસ્લિમ બાળકો છે આંગણવાડીમાં શિક્ષિકા દ્વારા તહેવાર લક્ષી માર્ગદર્શન આપવાના ઉપલા અધિકારીની સુચના મળેલ હતી પરંતુ સૂચનાથી ઉપરવટ જઈ એક નાટ્યાત્મક રીતે ઈદ કેમ મનાવવી, નવા કપડાં પહેરવા, બિરયાની ખાવી, સલામ મારવી, નમાજ કેમ અદા કરવી ? તેમજ ‘યા હુસેન યા હુસેન’ નાં નારાઓ બોલાવી કોમળ વયના બાળકોના માનસમાં એક ધર્મ પ્રત્યેની ગ્રંથી બંધાય અને તે નાની વયના બાળકોના મગજમાં ધર્મ શું છે ? તે સમજાવવા ને બદલે…

Read More

આંગણવાડીમાં “યા હુસેન, યા હુસેનના” નારા શીખવાડતા ‘હિન્દુ સેના’ માં ભારે રોષ

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગરનાં સોનલનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી ની અંદર બાળકોની સંખ્યા 30 છે જ્યારે એમાં 2 મુસ્લિમ અને બાકી 28 હિન્દુ બાળકો છે. આ આંગણવાડીમાં તહેવારો કઈ રીતે ઉજવવું એ બાબતે પર્વ ની પદ્ધતિઓ શીખવાડવામાં આવી હતી ત્યારે આંગણવાડીમાં ઈદ માં સલામી કેમ ભરવી, નમાજ કેમ પઢવી, કઈ રીતે અદા કરવી, બિરયાની ખાવી, નવા કપડાં પહેરવા તેમજ “યા હુસેન, યા હુસેન” નાં નારા કેમ લગાવવા ? તે શીખવી એક નાટક રચે છે અને આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર તેમની ઘણી અસર થતી હોય છે.…

Read More

જામનગરની દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરની વિવિધ સરકારી શાળાઓમા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાની દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સવ સમા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી અને ધો. ૯ તેમજ ધો.૧૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. આ ઉત્સવમાં ધોરણ ૯ માં ૪૩ અને ધોરણ ૧૧ માં ૨૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગત વર્ષે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે થકી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા હાઈસ્કૂલના આચાર્ય…

Read More

ગીર સોમનાથ જિલ્લાને વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવજાત શિશુની ઘરેલુ વિઝિટમાં રેફરલ રેટમાં શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  રાજ્ય કક્ષાએ “Stop Diarrhoea Campaign” ના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરસીએચ અધિકારી ડૉ. અરૂણ રોયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાને વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવજાત શિશુની ઘરેલુ વિઝિટમાં રેફરલ રેટમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્ય સરકાર તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રામમંદિર સભાગૃહ સોમનાથ ખાતે પોતાની જાતે કાળજી લેતી નવમાતાઓ અને પાંચ વર્ષથી નીચેના બાળકો માટે જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા ઝાડા નિયંત્રણ…

Read More

સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળનું ગૌરવ વધારતા NCC કેડેટ્સ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     એનસીસી 7-ગુજરાત નેવલ યુનિટ વેરાવળ દ્વારા તારીખ ૧૩/૦૫/૨૦૨૪ થી ૨૨/૦૫/૨૦૨૪ દરમિયાન કોડિનારની રાજદિપ વિદ્યાલયમાં CATC-502 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિભિન્ન કોલેજોના 128 કેડેટ્સ તથા વિવિધ સ્કૂલોના 332 કેડેટ્સે ભાગ લીધો હતો. 7-એનસીસી વેરાવળના લેફ્ટનન્ટ કમાન્ડર, અર્પણ શાકયના માર્ગદર્શન હેઠળ આ દસ દિવસ દરમિયાન એનસીસી કેડેટ્સને વિવિધ શારીરિક તાલીમ તથા વિષયલક્ષી માર્ગદર્શન અપાયું હતું. કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ટેન્ટ મેકિંગ બહેનોની સ્પર્ધામાં કોલેજના જહાનવી નકુમ અને વાળા કૃપાલીના ગુપે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ટેન્ટ મેકિંગ ભાઈઓની સ્પર્ધામાં ખસિયા સાગરેના ગ્રુપે…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨ની પૂરક પરીક્ષા-૨૦૨૪ના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. (ધોરણ-૧૦), એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આગામી તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે. જે અંતર્ગત પરીક્ષાના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચાઓ કરી કલેક્ટરએ પરીક્ષાના સફળ સંચાલન માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને ખાસ અંતરિયાળ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને એસ.ટી. બસની પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માર્ગદર્શન આપ્યું…

Read More

આણંદ જિલ્લામાં ધો. ૯ થી ધો.૧૨ માં અભ્યાસ કરતી દિકરીઓને દર મહિને મળશે શિષ્યવૃત્તિ

હિન્દ ન્યુઝ, આણંદ     દિકરીઓ અધવચ્ચે થી શિક્ષણ છોડી ના જાય ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને દીકરીઓનાં માતા-પિતા દીકરીઓને અભ્યાસ કરાવવા પ્રેરાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દિકરીઓ ધોરણ ૯ માં એડમિશન લે ત્યારથી વર્ષ દરમિયાન ૧૦ મહિના શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં દર મહિને રૂપિયા ૫૦૦/- દિકરીના માતાના ખાતામાં જમા કરાવવામાં આવશે, ધોરણ ૧૦ માં પણ વર્ષ દરમિયાન ૧૦ મહિના રૂપિયા ૫૦૦/- લેખે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જ્યારે ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં રૂપિયા ૭૫૦/- લેખે ૧૦ મહિના…

Read More

આઈ.ટી.આઈ. ગુલાબનગરમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, જામનગર     રોજગાર અને તાલીમ ખાતું, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. ગુલાબનગર (હાપા, પ્લોટનં.૬૮-રામતીર્થ નગર, રવિ પેટ્રોલ પંપ સામે, રાજકોટ હાઇવે, જામનગર) ખાતે ધો.૧૦ પાસ માટે કોપા (કમ્પ્યુટર NCVT), મિકેનિક ડીઝલ, ફીટર તથા ધો.૮ પાસ માટે વાયરમેન વ્યવસાયોમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૧૩-૦૬-૨૦૪ સુધી ચાલુ છે.      પ્રવેશવાંચ્છુ ઉમેદવારો સંસ્થા ખાતેથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in લિંક ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઈન માધ્યમ થી રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરી શકશે. તેમજ પ્રવેશ ને લગતા માર્ગદર્શન માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા તેમજ પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ લાભ લેવા સંસ્થાના આચાર્યની યાદીમાં…

Read More

જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૫ પરીણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૪ ની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લાનું પરીણામ ઓછુ આવેલ હોઇ, તેને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૫ પરીણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ પરીણામ સુધારણા અંગે વિવિધ શાળાઓ પાસેથી રિવ્યુ લઈ જરૂરી સુચનો આપ્યા હતા. બેઠક દરમિયાન અસરકારક શિક્ષણ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નો એક્શન પ્લાન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ વર્ષે “MISSION-33” અંતર્ગત તમામ શાળાઓમાં સારૂ પરીણામ લાવવા માટે કરવામાં…

Read More