ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો ‘લોક દરબાર’

હિન્દ ન્યુઝ, રાજપીપલા      નર્મદા જિલ્લામાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને, અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લગાવી એક આદર્શ સમાજના નિર્માણ માટે રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ, અને અધ્યક્ષતામાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત નગરજનોની દબદબાભેર ભાગીદારી વચ્ચે ‘મેગા લોકસંવાદ’ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની સાથે સુરક્ષાની ચિંતા કરીને, વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને, વ્યાજખોરી જેવા સામાજિક દૂષણનો અંત લાવવા પોલીસના જવાનો ખડેપગે કામ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની જનસામાન્ય…

Read More

ડાંગ જિલ્લા સંકલન સમિતની બેઠક યોજાઈ 

હિન્દ ન્યુઝ, ડાંગ આહવાના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેક્ટર ડો.વિપીન ગર્ગ એ ‘સો દિવસના લક્ષ્યાંક’ અંગે તમામ વિભાગો/કચેરીઓને તેમના લક્ષ્યાંકો પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા કરતા કલેક્ટરએ એ.જી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાંની બાકી વસુલાત, તુમાર નિકાલ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, સ્વાન્ત: સુખાય પ્રોજેકટ જેવા મુદ્દાઓની છણાવટ હાથ ધરી હતી. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર પધ્મરાજ ગાવિતે જિલ્લાના સંકલન અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. દરમિયાન કલેકટર ડો. વિપીન…

Read More

ભરૂચ જિલ્લાના ઉચેડિયા ગામે દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કરાયો શિલાન્યાસ

હિન્દ ન્યુઝ, ભરૂચ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોના ઉત્થાન માટે સતત ચિંતા સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. તેમાં વધુએક છોગું ઉમેરાતાં દિવ્યાંગોને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મશ્રી કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ૪૦ કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેના વરદ હસ્તે શિલાન્યાસ કરાયો હતો. દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વેળાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં દિવ્યાંગોને…

Read More

સંસ્કૃતને લોકભાષા બનાવીએ, તેનાથી વિશેષ ઊર્જા મળે છે : આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૫મો પદવીદાન સમારોહ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતી પદવીદાન સમારોહમાં ૧૮ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ એમ કુલ ૨૨ પદકો સહિત કુલ ૭૮૫ ડીગ્રી પ્રમાણપત્રો એનાયત કરાયા સંસ્કૃત વિદ્વાન ડૉ. રામકિશોર કેદારપ્રસાદ ત્રિપાઠીને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૩ પુરસ્કાર એનાયત

Read More

વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ કરાવતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

હિન્દ ન્યુઝ, વલસાડ         વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા.૧૯-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ડુંગરી તળાવને ઉંડુ કરવાના રૂ. ૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુન: જીવિત કરવાના રૂ.૧૪.૪૦ કરોડના કુલ ૪૨૧ જળ સંચયના કામોનું હાથ ધરાશે. જેમાં રૂ.૪.૪૦ કરોડના ૭૧ કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂ.૨.૫૫ કરોડના ૧૮૬, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૬.૮૮ કરોડના ૧૨૬, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૧ કરોડના ૩૩…

Read More

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રૂ.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

હિન્દ ન્યુઝ, વલસાડ       નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૨ કરોડના ખર્ચે ૧૨૨૩ મીટરના નવા નિર્માણ કરાયેલા અતુલ – દિવેદ (એલ.સી. નં -૯૪બી) રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ ઓવરબ્રિજ દ્વારા કોસ્ટલ હાઈવેને જોડતા ભગોદ, ઉમરસાડી તેમજ દમણ જવા માટે ટૂંકી કનેક્ટીવીટી મળશે.             વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રિજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે. ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું હતું કે, આ ઓવરબ્રિજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી…

Read More

રાજપીપલા ખાતે રૂ. ૧૭ કરોડના ખર્ચે સાકારિત થનાર સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરતા સાંસદ મનસુખભાઈ વસાવા

હિન્દ ન્યુઝ, રાજપીપલા             નાંદોદ તાલુકાના ભચરવાડા ગામે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના વરદહસ્તે તથા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસદ મનસુખભાઈ વસાવાએ ભચરવાડા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે તૈયાર થનારી કોલેજ અંગે જણાવ્યું કે, આ કોલેજ જિલ્લાના બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. ગામમાં કોલેજના નિર્માણથી ગ્રામજનો પણ જાગૃત થઈને અભ્યાસ પ્રત્યે સકારાત્મક વિચારોનું સિંચન કરીને પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ…

Read More

કચ્છમાં દિવ્યાંગ અને વયોવૃદ્ધ નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કરીને વધુમાં વધુ મતદાન કરવા માટે આપ્યો સંદેશ

હિન્દ ન્યુઝ, ભુજ    ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં આ લોકશાહીના અવસર નિમિત્તે મતદાન કરીને નાગરિકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં વયોવૃદ્ધ મતદારો, દિવ્યાંગ મતદારો પણ મતદાન કરીને અન્ય નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. વહેલી સવારથી નાગરિકોમાં મતદાન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથક સુધી દિવ્યાંગ નાગરિકો અને વૃદ્ધ નાગરિકો પહોંચી શકે તે માટે સુગમ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આમ, દિવ્યાંગ અને વયોવૃદ્ધ નાગરિકોએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર…

Read More

આદર્શ મતદાન મથક ભુજ ખાતે વૃદ્ધ દંપતીએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી

હિન્દ ન્યુઝ,  ભુજ           વિધાનસભા ચૂંટણી 2022 માટે કચ્છ જિલ્લામાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો તેમજ યુવા વર્ગ મતદાન કરવા સક્રિય બની પોતાની ફરજ બજાવી રહ્યો છે.         ભુજના આદર્શ મતદાન મથક ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વૃદ્ધ દંપતીએ મતદાન કરીને સૌ નાગરિકોને અચૂકથી મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભુજના શંકરભાઈ ખોડીદાસે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણીમાં હું મારી પત્ની સાથે મતદાન કરવા જાઉં છું. આ ચૂંટણીમાં પણ મેં મારી ફરજ બજાવી છે, ત્યારે આપણી લોકશાહીને વધુ મજબૂત કરવા માટે યુવા વર્ગથી લઈને…

Read More

પ્રાઉડ વોટર સેલ્ફી પડાવી શાળા પરિવાર-ગ્રામજનોનો સંકલ્પ : ”હું વોટ કરીશ જ”

હિન્દ ન્યુઝ, રાજપીપલા એકતાના પ્રતિક એવા આપણા ભારત દેશે વિશ્વ ફલક પર પણ પોતાની એકતાનું પરિચય કરાવ્યો છે. દેશમાં વિવિધ તહેવારોની ઉજવણી ધર્મ-જાતિ-ભેદભાવ-ઉંચનીચની ભાવનાથી ઉપર પ્રેમ અને એકતાની ભાવના સાથે થાય છે. આ તમામ તહેવારો તો ખરા જ પરંતુ એક તહેવાર છે લોકશાહીનો. લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી શ્રેષ્ઠ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉમદા આશય સાથે દેડીયાપાડાની તાબદા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટીવીટીના…

Read More