હિન્દ ન્યુઝ, જામનગર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા બંધારણની કલમ-૩૨૪ મુજબ બાહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઈઓના અમલ માટે જામનગર જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૭(૧) (છ) હેઠળ જામનગર જિલ્લાના વિસ્તારમાં જાહેરનામાંની તારીખથી શરૂ કરીને ચૂંટણીની પ્રકિયા પુર્ણ થાય ત્યાં સુધી (તા.૦૬/૦૬/૨૦૨૪) નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો,…
Read MoreCategory: Politics
ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંગે ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬/૦૩/૨૦૨૪ના રોજ જાહેરાત કરવામાં આવતા સમગ્ર રાજયમાં આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે. ચુંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચુંટણી સંબંધિત સભા, સરઘસ/રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચુંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચુંટણીપંચનો અભિગમ રહેલો છે. આથી સમગ્ર જામનગર જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડ્યા દ્વારા શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ ૨૨(૧ક) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં…
Read Moreલોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને લગતા ચોપાનીયાંના મુદ્રણ અને પ્રસિદ્ધિ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના સંદર્ભમાં ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓ અને તમામ પ્રેસ માલિકોને જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે. પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી/ કરાવી શકાશે નહિ. પ્રકાશકની ઓળખ અંગેના ૨ વ્યક્તિઓએ શાખ કરેલા એકરારનામાંની ૨ નકલ મુદ્રકને અને દરેક મુદ્રણાલયોમાં ફોટોકૉપી કરનાર, રૉનિયો કોપી કાઢનાર કે કોમ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની…
Read Moreજામનગર જિલ્લામાં ચુંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન ન કરવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬ માર્ચના રોજ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવતાંની સાથે જ સમગ્ર જામનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેને ધ્યાને લેતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જાહેર સાહસોના મકાનો, વીજળી અને ટેલિફોનના થાંભલાઓ પર ચૂંટણી પ્રચારના ઇરાદાથી કોઈપણ ચૂંટણી અંગેનું બેનર, ચિહ્નો, આકૃત્તિઓ, પોસ્ટર અથવા ચૂંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવું નહિ, તેમજ કમાનો પણ ઊભી કરવી…
Read Moreઈલેકટ્રોનીક મીડીયાના, સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી.ચેનલના તેમજ એ.એમ. અને એફ.એમ. રેડીયો નેટવર્ક, કેબલ ટેલીવિઝન નેટવર્ક પર પ્રચાર જાહેરાતો અંગેનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં ૭મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે. પ્રવર્તમાન ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારોના ટેકેદારો તરફથી ઈલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી, પ્રસારણ સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી. ચેનલના રાજય, આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ એ.એમ. અને એફ.એમ. રેડીયો નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (નિયમન) અધિનિયમ-૧૯૯પ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિમયો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈપણ વ્યકિત કોઈ જાહેરાત પ્રસારિત કે પુન:પ્રસારિત કરી શકે નહી. તેમજ જાહેરાતો કોઈ ધાર્મિક કે…
Read Moreજામનગર જિલ્લામાં ૪ કરતા વધુ વ્યક્તિઓની મંડળી રચવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી તેથી સમગ્ર જિલ્લામાં જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જામનગર જિલ્લામાં ચાર કરતા વધારે વ્યકિતઓની…
Read Moreભાવનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર
હિન્દ ન્યુઝ, ભાવનગર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતા ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ થયેલ છે. જેથી, આ કામે કોઇપણ મતદાર/લોકોને ચૂંટણી સબંઘી કોઇ ફરીયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત જણાય તો તેને મદદરૂપ થવા માટે ભાવનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો એક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જેનો હેલ્પલાઇન નં.૧૯૫૦ (ટોલ ફ્રી નંબર), કન્ટ્રોલ રૂમનો ફોન નં.૦૨૭૮-૨૪૨૦૩૦૫ છે તથા ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૧૬૧૮ છે. આ નંબરો પર મતદારો/લોકોને ફરીયાદ/રજુઆત/માર્ગદર્શન માટે ફોન દ્વારા સંપર્ક કરવા અથવા રૂબરૂ જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા અનુરોઘ કરવામાં આવે છે.
Read Moreરાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત કેબલ ચેનલમાં પ્રસારીત કરતા પહેલાં MCMCનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. જેથી, આદર્શ આચાર સંહિતાના અમલ દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો વિજાણુ માધ્યમોમાં પ્રસારિત કરતા પહેલા મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી(MCMC) સમક્ષ રજુ કરી, મંજુરી મળ્યા બાદ જ પ્રસારણ કરવાની કાર્યપધ્ધતી અનુસરવાની હોય છે. જેથી, તમામ કેબલ ઓપરેટરોએ પોતાની ચેનલમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરાત પ્રસિધ્ધ કરતા પહેલા રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા MCMCનું પ્રમાણપત્ર મેળવેલ હોવાની ખાત્રી કર્યા બાદ જ રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત પ્રસિધ્ધ કરી શકાશે જેની સર્વે કેબલ ઓપરેટરોએ નોંધ લેવા…
Read Moreચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડાની પ્રેસ કોન્ફરન્સ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪, ગીર સોમનાથ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે પ્રાંત અધિકારીની કચેરી, વેરાવળ ખાતે આજે સાંજે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જાડેજાએ જિલ્લામાં ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવનાર કામગીરી તથા ચૂંટણી આચારસંહિતા અંગેની વિવિધ બાબતો અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતાં. તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણનો આજથી જ અમલ થયો છે…
Read Moreઆહવા ખાતે નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા નારી સંમેલન યોજાયુ
હિન્દ ન્યુઝ, આહવા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા આહવાના ડાંગ દરબાર હોલ ખાતે નારી સંમેલન-2023 યોજવામા આવ્યું હતું. મહિલાઓમા નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાની મહિલાઓએ દૂધ મંડળીઓથી શ્વેતક્રાંતિ તરફ પ્રયાણ કર્યા છે. સ્વ સહાય જૂથોના માધ્યમથી સખી મંડળો શરૂ કર્યા, તેમજ પગભર બનવા માટે FPO ની કામગીરી પણ શરૂ…
Read More