દાહોદ જિલ્લાના ગરબાડા ઘટક-૧ હેઠળના ગાંગરડા કેન્દ્ર-૩ ખાતે ગૂજરાત વિદ્યાપીઠની ‘પોષણ’ થીમ આધારિત પદયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ       મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે યોજાતી પરંપરાગત વાર્ષિક પદયાત્રા અંતર્ગત આ વર્ષે ‘પોષણયુક્ત આહાર અને તંદુરસ્ત પરિવાર’ના સંકલ્પ સાથે વિશેષ પોષણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠની ટીમે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા હેઠળ આવતા ગરબાડા ઘટક-૧ ના ગાંગરડા કેન્દ્ર-૩ ખાતે સ્થિત આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ તકે સ્થાનિક બાળકોને સ્વાસ્થ્ય વિષયક બાબતો, પોષણક્ષમ આહાર અને તંદુરસ્ત શરીર જાળવી રાખવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.…

Read More

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ભીટોડી પ્રા. શાળાથી NH-59 સુધીના રસ્તાની રિસર્ફેસિંગ કામગીરી પ્રગતિમાં

હિન્દ ન્યુઝ, દાહોદ     ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વ્યવહાર વધુ સુગમ, સુરક્ષિત અને અવિરત બને તે માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દાહોદ અંતર્ગત આવતા દાહોદ પેટા વિભાગ દ્વારા ગરબાડા તાલુકામાં મહત્વની રસ્તા સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી છે. ગરબાડા તાલુકાના ભીટોડી પ્રાથમિક શાળાથી શરૂ થઈ, હનુમાન મંદિર અને બારીયા ફળિયા થઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-59) સુધી જોડતા અંદાજે મહત્વના માર્ગ પર હાલ રિસર્ફેસિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ માર્ગ લાંબા સમયથી દૈનિક અવરજવર માટે સ્થાનિક…

Read More

કોસંબા–માંગરોળ–ઝાંખવાવ માર્ગ પર વૃક્ષોના થડ પર ગેરુ તથા ચૂનાનું રંગકામ કરાયું; માર્ગની સુંદરતા અને દૃશ્યતામાં વધારો

હિન્દ ન્યુઝ, સુરત     માર્ગોની સુંદરતા, સ્વચ્છતા અને વાહનચાલકો માટે વિઝીબિલીટી વધારવાના ઉદ્દેશ્ય સાથે માર્ગ અને મકાન વિભાગ–૨, સુરત દ્વારા જિલ્લાના કોસંબા–માંગરોળ–ઝાંખવાવ માર્ગ પર આવેલા વૃક્ષોના થડ પર ગેરુ તથા ચૂનાનું રંગકામ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માર્ગની બાજુના વૃક્ષો વાહનચાલકો અને રાહદારીઓને સ્પષ્ટ રીતે દૃશ્યમાન રહે તેમજ સમગ્ર માર્ગની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વૃક્ષોના થડના નીચેના ભાગે ગેરુ તથા ઉપરના ભાગે ચૂનાનું સુવ્યવસ્થિત રંગકામ કરવામાં આવ્યું છે. રંગકામ બાદ માર્ગની સુંદરતા અને રોડ વિઝિબિલિટીમાં વધારો થયો છે.

Read More

૪૫મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીક ચેમ્પિયનશિપમાં સુરતની નગરપ્રા.શાળા નં. ૩૧૯ના વ્યાયામ શિક્ષિકા યોગિતાબેન પટેલે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી સુરત શહેરનું ગૌરવ વધાર્યું

હિન્દ ન્યુઝ, સુરત     તાજેતરમાં દેવગઢ બારીયા મુકામે ગુજરાત સ્ટેટ એથ્લેટીક એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની ‘૪૫મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીક ચેમ્પિયનશિપ-૨૦૨૬’ યોજાઈ હતી. આ સ્પર્ધામાં સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા નંબર-૩૧૯ માં વ્યાયામ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રીમતી યોગિતાબેન પટેલે ૩૫ થી ૪૦ વર્ષના વય જૂથમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાની રમતગમતની ક્ષમતા દર્શાવી હેમર થ્રોમાં ગોલ્ડ મેડલ, શોટપુટમાં સિલ્વર મેડલ અને જેવલિન થ્રો બ્રોન્ઝ મેડલ એમ કુલ ત્રણ મેડલ મેળવ્યા છે. આ શાનદાર સિદ્ધિ બદલ શાળાના આચાર્ય કાજલબેન પટેલે યોગિતાબેનને શાળાનું ગૌરવ વધારવા…

Read More

એક ભારત, શ્રેષ્ઠ ભારત’: સુરતની ઔદ્યોગિક ક્ષમતા અને ટેકનોલોજીથી પ્રભાવિત થતું ઓડિશાનું પ્રતિનિધિ મંડળ!

હિન્દ ન્યુઝ, સુરત    રાષ્ટ્રીય એકતા પરેડ યાત્રા સંદર્ભે ઓડિશાથી સુરત પધારેલા પ્રબુદ્ધ નાગરિકોના પ્રતિનિધિ મંડળે સુરતના વિશ્વપ્રસિદ્ધ ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટો, સુરત ડાયમંડ બુર્સ તથા બાયોડાયવર્સિટી પાર્કની ખાસ મુલાકાત લીધી. ગુજરાત ટુરિઝમના ઉપક્રમે યોજાયેલા આ પ્રવાસ દરમિયાન ઓડિશાના પ્રતિનિધિઓએ સચિન સ્થિત ઔદ્યોગિક એકમો અને હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં કાપડ અને હીરા ઉદ્યોગની અદ્યતન ટેકનોલોજી તથા કાર્યક્ષમતાને નજીકથી નિહાળી મુક્ત મને વખાણ કર્યા હતા. આવા આંતરરાજ્ય પ્રવાસો સંસ્કૃતિના આદાન-પ્રદાન સાથે ઔદ્યોગિક અને આર્થિક અનુભવો વહેંચીને દેશની રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ બનાવે છે.

Read More

તા.૩૧મીએ એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ માટે SNIC કેમ્પના NCC કેડેટ્સે તૈયારીઓ તેજ કરી

હિન્દ ન્યુઝ, સુરત     રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે એકતા નગર ખાતે યોજાનાર ભવ્ય એકતા પરેડ માટે સ્પેશિયલ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ (SNIC)માં ભાગ લઈ રહેલા NCC કેડેટ્સ સઘન તૈયારીઓ કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ભવ્ય એકતા પરેડમાં ભાગ લેવા માટે NCC કેડેટ્સમાં થનગની રહ્યા છે. કેડેટ્સે એકતા નગરના પરેડ ગ્રાઉન્ડ પર શિસ્ત, ચોકસાઈ, સુમેળ અને એકાગ્ર થઈને ડ્રિલની આકરી પ્રેક્ટિસ કરી હતી, જેથી પરેડ દરમિયાન કોઈ ક્ષતિ ન રહી જાય.          આ પ્રસંગે વડોદરા ગ્રુપના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર કે.ડી.એસ. ઝાલાએ કેમ્પમાં કેડેટ્સ સાથે સંવાદ કર્યો…

Read More

દાહોદ જિલ્લાના CHC કતવારા ખાતે ચામડીના રોગો માટે આરોગ્ય શિબિર યોજાઈ, 128 દર્દીઓએ કરાવી આરોગ્ય તપાસ

હિન્દ ન્યુઝ, દાહોદ    જિલ્લા રક્તપિત્ત કચેરી, કતવારા દ્વારા રાષ્ટ્રીય રક્તપિત્ત નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા IADVL ના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કતવારા ખાતે આજે ચામડીના રોગો સંબંધિત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 128 દર્દીઓએ આરોગ્ય તપાસ કરાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં ઝાયડસ હોસ્પિટલનાં તબીબો ડૉ. ખુશ્બુ તથા ડૉ. મોહબત બારીયા દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શિબિરમાં…

Read More

બનાસકાંઠામાં ગોબરમાંથી સમૃદ્ધિની હરિત ક્રાંતિ; બનાસનું બાયો-સીએનજી મૉડેલ પશુપાલકો માટે બન્યું છે વરદાન

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા 🔸 બનાસકાંઠામાં આજે ચાર બાયો સીએનજી દ્વારા દૈનિક 340 ટન છાણનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે; ગોબરના સદુપયોગથી ભવિષ્યમાં 200 જેટલા પ્લાન્ટ્સ બનાવવાનું લક્ષ્યાંક છે, ગોબરમાંથી બનતો બાયો-સીએનજી સામાન્ય સીએનજીના દરો કરતાં ઓછા ભાવે ઉપલબ્ધ છે. 🔸 બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 28 લાખ પશુધન પૈકી 24 લાખ પશુઓ બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો પાસે છે, જેના થકી દૈનિક આશરે 24,000 ટન છાણનું ઉત્પાદન થાય છે. 🔸 ભારતનાં અંતરિયાળ ગામડાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ દોરી જતી વૈશ્વિક હરિત ક્રાંતિનું નેતૃત્વ કરશે: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

Read More

કૌશલ્યથી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી આત્મનિર્ભરતા: દર્શનાબેન મિસ્ત્રીની મહિલા સશક્તિકરણની પહેલ

હિન્દ ન્યુઝ, વડોદરા     મહિલાઓનું સશક્તિકરણ માત્ર આર્થિક સહાય પૂરું પાડવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમને પોતાના પગ પર ઊભા રહેવા માટે જરૂરી કૌશલ્ય, આત્મવિશ્વાસ અને સ્વરોજગારની તક પૂરી પાડવામાં છે. વડોદરામાં કાર્યરત ‘રાધે સખી મંડળ’ આ વિચારને સાકાર કરતું પ્રેરણાદાયી ઉદાહરણ છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ સંચાલિત આ સખી મંડળની મહિલાઓ પોતાના કૌશલ્ય અને મહેનતના બળે આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહી છે. રાધે સખી મંડળનાં પ્રમુખ દર્શનાબેન મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ વંદનાબેન, ચંદ્રિકાબેન, ધારાબેન, વર્ષાબેન, દીપ્તિબેન, હેમાબેન, કાંતાબેન અને પિનલબેન સહિતની મહિલાઓ એકબીજાના સહકારથી…

Read More

વડાપ્રધાન ભીલડી ખાતેથી બનાસ ડેરીના રૂપિયા 325 કરોડના આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, ભીલડી   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 ઓક્ટોબર, 2026 શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે ભીલડી ખાતે 127 એકર જમીનમાં રૂપિયા 325 કરોડના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) દેશના પશુપાલકોને અર્પણ કરશે. 🔸 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેક્નિકલ માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય ગોકુળ મિશન’ની મદદથી આકાર પામેલું આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારવામાં અને ડેરી વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે 🔸 આધુનિક ટેક્નોલોજીથી દર વર્ષે 25…

Read More