પ્રધાનમંત્રી આવાસ યોજના ડુંગરી ગામના ભુરીયા મહેશભાઈ માટે બની મદદરૂપ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ડુંગરી ગામના ભુરીયા મહેશભાઈનું પાકું ઘર બનાવવાનું સપનું પ્રધાનમંત્રી આવાસ યોજનાની મળેલી મદદથી પૂરું થયું છે. અગાઉ તેમનો પરિવાર કાચા મકાનમાં રહેતો હતો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પાકું ઘર બનાવવું તેમના માટે મુશ્કેલ હતું. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભુરીયા મહેશભાઈને રૂ. ૧,૭૦,૦૦૦ની સહાય મળી હતી. આ રકમ અને પોતાની બચતનો ઉપયોગ કરીને તેમણે પરિવાર માટે પાકું મકાન બનાવ્યું છે. હવે તેમનો પરિવાર પાકા ઘરમાં સુરક્ષિત રીતે રહે છે. લાભાર્થી મહેશભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ કાચા મકાનમાં રહેતાં…

Read More

દાવડ પ્રાથમિક શાળામાં SMC સશક્તિકરણ તાલીમમાં કલેક્ટર અને DDOનો સંવાદ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ઈડર તાલુકાની દાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) સશક્તિકરણ તાલીમમાં સભ્યો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે શાળાના વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણમાં વાલીઓની સક્રિય ભાગીદારી વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત તૈયાર કરવામાં આવેલી દાળ ઢોકળીનો આસ્વાદ પણ લીધો હતો. શાળાના સ્ટાફ સાથે બેઠક યોજી શૈક્ષણિક કામગીરી અંગે માર્ગદર્શન આપવાની સાથે શાળાની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, વાલીઓ અને સમુદાયની સહભાગિતા મહત્ત્વપૂર્ણ…

Read More

બાળકો માટે યોગ, વિજ્ઞાનના પ્રયોગો, આધુનિક ટેક્નોલોજી અને સાહિત્યનો અનોખો સંગમ

હિન્દ ન્યુઝ, અમદાવાદ    અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026ના ચિલ્ડ્રન્સ પેવેલિયનમાં છઠ્ઠા દિવસે બાળકો માટે યોગ, વિજ્ઞાનના પ્રયોગો, આધુનિક ટેક્નોલોજી અને સાહિત્યનો અનોખો સંગમ જોવા મળ્યો. – યોગ અને મેડિટેશન દ્વારા શારીરિક સ્વાસ્થ્ય તથા એકાગ્રતાનું મહત્ત્વ સમજાવાયું. – STEM વર્કશોપમાં વિજ્ઞાનના પ્રયોગો દ્વારા બાળકોને પ્રાયોગિક શિક્ષણનો અનુભવ મળ્યો. – AR/VR ટેક્નોલોજીની મદદથી બાળકોએ પ્લેન ઉડાડવાનો રોમાંચક અનુભવ મેળવ્યો. – ‘મીટ ધ ઑથર’ સેશનમાં લેખક રામેન્દ્ર કુમારે બાળકો સાથે સંવાદ સાધ્યો અને લેખન, અભિવ્યક્તિ તથા સ્ટેજ ફિયર દૂર કરીને આત્મવિશ્વાસ વધારવા અંગે માર્ગદર્શન આપ્યું. બાળકોમાં વાંચનનો રસ, વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને…

Read More

કેન્સરના વહેલા નિદાન અને નિવારણ માટે સાબરકાંઠા આરોગ્ય વિભાગની વિશેષ પહેલ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા  સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કેન્સરના વહેલા નિદાન અને નિવારણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 🔹 169 આરોગ્ય કેન્દ્રો પર 7,000થી વધુ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ 🔹 કેન્સરના 6 કેસની ઓળખ 🔹 244 શંકાસ્પદ કેસોમાં વધુ તપાસની કામગીરી પ્રગતિમાં 🔹 ભાવના સેવા ટ્રસ્ટના સહયોગથી 600થી વધુ મહિલાઓનું સ્ક્રીનિંગ 🔹 પાત્ર કિશોરીઓ માટે HPV રસીકરણ અભિયાન સમયસર તપાસ, યોગ્ય તબીબી માર્ગદર્શન અને જનજાગૃતિ કેન્સર સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ છે. 📢 અપીલ: કેન્સરનાં ચિંતાજનક લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના તબીબી સલાહ લો અને યોગ્ય માર્ગદર્શિકા અનુસાર…

Read More

લીમખેડા-લીમડી-ચાકલીયા માર્ગ પર વાંકોલ પાસે આવેલ માછણ નદીના પુલનું કામ શરૂ: તારીખ ૫ નવેમ્બર સુધી ભારે વાહનો માટે ડાયવર્ઝન જાહેર

હિન્દ ન્યુઝ, દાહોદ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), દાહોદ દ્વારા લીમખેડા-લીમડી-ચાકલીયા રોડ (કિ.મી. ૧૨૪/૫૦૦ થી ૧૨૪/૭૦૦) પર વાંકોલ ગામ નજીક આવેલ માછણ નદીના પુલના બેરીંગ બદલવાની તથા સબ-સ્ટ્રક્ચરની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પુલની આસપાસ ઊંડા કોતર હોવાના કારણે સ્થળ પર ડાયવર્ઝન આપવું તાંત્રિક રીતે શક્ય ન હોવાથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા જાહેર જનતાની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાહન-વ્યવહાર પર પ્રતિબંધ:  લીમખેડા-લીમડી-ચાકલીયા રોડ પરના માછણ નદીના પુલ પર કામગીરી સાથે સંકળાયેલા વાહનો સિવાયના અન્ય તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી…

Read More

એકતાનગરમાં પ્રવાસીઓ માટે ‘રેઈન ફોરેસ્ટ’નું નવલું નજરાણું

હિન્દ ન્યુઝ, વડોદરા 🔸વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવશે. એકતાનગર ખાતે વિકસિત રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રાકૃતિક સૌંદર્ય, જૈવવિવિધતા અને ટકાઉ પ્રવાસનનો અનોખો સમન્વય રજૂ કરશે… 🔸 પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસીઓને મળશે અનોખો અનુભવ, 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ બનશે મુખ્ય આકર્ષણ 🔸 ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબારની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સદાબહાર વનસ્પતિઓ એક જ સ્થળે નિહાળવાની તક મળશે 🔸 રેઇન ફોરેસ્ટનું ઇન્ફોર્મેશન સેન્ટર નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડના માધ્યમથી પ્રવાસીઓને વરસાદી ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા…

Read More

વાઘોડિયા કમલાપુરા સરકારી આઈટીઆઈ ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો: ૩૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, વડોદરા      ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ રોજગાર અને તાલીમ નિયામક કચેરી હસ્તકની મદદનીશ રોજગાર નિયામક કચેરી, વડોદરા અને સરકારી આઈટીઆઈ કમલાપુરા, વાઘોડિયાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ ઓક્ટોબર ને બુધવારના રોજ સરકારી આઈટીઆઈ, કમલાપુરા ખાતે ભવ્ય રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ૭ અગ્રણી સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ઉપસ્થિતિ આપી હતી. સંસ્થાઓ દ્વારા ઓપરેટર, જુનિયર એન્જિનિયર, મેઇન્ટેનન્સ ઓપરેટર અને ટ્રેઇની જેવી કુલ ૨૦૦ થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ…

Read More

મોટા વરાછા ચીકુવાડી બ્રિજ પર પાંચમી વખત તાપી શુદ્ધિકરણ અને વિશેષ સફાઈ અભિયાન યોજાયું

હિન્દ ન્યુઝ, મોટા વરાછા   ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘તાપી શુદ્ધિકરણ’ અંતર્ગત યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ તથા સફાઈ વિભાગના સહયોગથી મોટા વરાછાથી ચીકુવાડી તરફ જતા અત્યંત જોખમી અને બિનરેલિંગવાળા તાપી નદી પરના બ્રિજ પર પાંચમી વખત વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં માતાજી, ભગવાન શ્રીકૃષ્ણ, અન્ય દેવી-દેવતાઓ તેમજ પિતૃઓના ફોટોગ્રાફ્સ, મૂર્તિઓ, નાનાં લાકડાના મંદિરો, ચુંદડીઓ અને શ્રીફળ જેવી ૭૫૦ કિલો પૂજાસામગ્રી તથા કચરો એકત્ર કરી યોગ્ય નિકાલ કરાયો હતો.                 સુરત મહાનગરપાલિકા મોટા વરાછા ઝોન-એના એસ.આઈ. શ્રી ટી.બી. ભટ્ટ, એસ.એસ.આઈ.…

Read More

સ્વદેશી મેળો-૨૦૨૬: સ્થાનિક કારીગરોને મળ્યું નવું આર્થિક બળ, નારી શક્તિ બની આત્મનિર્ભર

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ ના મંત્રને સાકાર કરતો જૂનાગઢનો સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો માટે રોજગારી તથા આર્થિક આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ બન્યો છે. ✨ 🧵 સીમાબેન મકવાણાની સફળતાની સફર યુસીડી (UCD) શાખા સાથે સંકળાયેલા સ્વસહાય જૂથનાં પ્રમુખ સીમાબેન મકવાણાએ મેળાના શરૂઆતના માત્ર ૪ દિવસમાં જ ₹૨૦,૦૦૦થી ₹૨૫,૦૦૦ સુધીનું વેચાણ કર્યું! 🐄 સ્વદેશી ઉત્પાદનોની વિશેષ ઓળખ ‘વૃંદાવન ગીર સ્વસહાય જૂથ’ દ્વારા ગાયના પંચગવ્ય અને ગોબરમાંથી આશરે ૫૦ જેટલી ઇકો-ફ્રેન્ડલી તથા આયુર્વેદિક પ્રોડક્ટ્સનું નિર્માણ કરવામાં આવે છે. 💪 યોજનાઓથી આત્મનિર્ભરતા તરફ પીએમ સ્વનિધિ…

Read More

‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 – અમદાવાદ’ માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા ખેલાડી સભાઈબેન ગઢવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ      કચ્છથી રાષ્ટ્રીય મંચ સુધી; સભાઈબેનની કબડ્ડીની સફર મોટા ભાડિયા પ્રાથમિક શાળા નં-2ના મેદાનથી શરૂ થઈ હતી, સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે વર્ષ 2024માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ના NCOE, ગાંધીનગર ખાતે તેમની પસંદગી થઈ જ્યાં તેઓ હાલ તાલીમ લઈ રહ્યાં છે. હાલ અમદાવાદ ખાતે તા. 23થી 31 ઓક્ટૉબર, 2026 દરમિયાન ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026’નું આયોજન; કચ્છના મોટા ભાડિયાના મેદાનથી લઈને કોમનવેલ્થ કબડ્ડીના વૈશ્વિક મંચ સુધીની સભાઈબેન ગઢવીની સફર DLSS જેવી પાયાની રમતગમત વિકાસ યોજનાઓની સફળતા દર્શાવે છે.

Read More