હિન્દ ન્યુઝ, મહેસૂલ વિભાગ અંતર્ગત કાર્યરત રાજ્યની ૯૭ સબ રજિસ્ટ્રાર ક્ચેરીઓ આગામી તા.૧૦મી જાન્યુઆરીએ બંધ રહેશે. જેથી આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કરવામાં આવતી દસ્તાવેજ અંગેની રજિસ્ટ્રેશનની કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. જેની નોંધ લેવા દસ્તાવેજની કામગીરી સાથે સંકળાયેલા વકીલઓ, બોન્ડ રાઇટરઓ (દસ્તાવેજ લેખક) અને રાજ્યની જાહેર જનતાને નોંધ લેવા નોંધણી સર નિરિક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર નોંધણી પ્રભાગમાં જિલ્લાની વિવિધ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ફરજ બજાવતા સીધી ભરતીથી નિમણૂક પામેલ સબ રજિસ્ટ્રાર વર્ગ-3 તથા કારકુન વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓ માટે આગામી તા.૮,૯,૧૦ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન સબ રજિસ્ટ્રારની ખાતાકીય પરીક્ષાનું આયોજન…
Read MoreCategory: Uncategorized
પાટણ એ.પી.એમ.સી. ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ખેડૂતલક્ષી સાધન સહાયનું વિતરણ
હિન્દ ન્યુઝ, પાટણ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઈજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ એ.પી.એમ.સી. ખાતે પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાસંદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, આ દેશનો મુખ્ય વ્યવસાય ખેતી છે ત્યારે કૃષિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી…
Read Moreસુશાસન સપ્તાહ અંતર્ગત કૃષિ કલ્યાણ દિવસ ની ઉજવણી માણસા ખાતે કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કરાઇ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સુશાસન સપ્તાહ અંતર્ગત ’કૃષિ કલ્યાણ દિવસ’ની ઉજવણી માણસા ખાતે કરવામાં આવી હતી. કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ યોજનાની સાધન- સહાય આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતી અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને રાજય કૃષિ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાન મંત્રી અટલબિહારી બાજપાઇના જન્મ દિવસ તા. ૨૫મી ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે સમગ્ર રાજયમાં ઉજવવામાં આવે છે. સતત રાસાયણિક ખાતરો અને દવાનો…
Read Moreઆઝાદી કા અમૃત મહોત્સવ નદી ઉત્સવ- યોગ-પ્રાણાયામ કાર્યકમ
હિન્દ ન્યુઝ, અમદાવાદ સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહીછે જેના ભાગરૂપે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India” થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાત સરકારે 26 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર, 2021 દરમિયાન “નદી મહોત્સવ” ઉજવવાનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમમાં – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે ત્રીજા દિવસે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોગ-પ્રાણાયામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હળવી કસરત, પ્રાણાયામ, સૂર્ય…
Read Moreસર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો
લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા બાદ તે પરત્વે સ્થળ પર જ જરૂરી કાર્યવાહી હાથ ધરતા મંત્રી હિન્દ ન્યુઝ, જામનગર કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ મંત્રીએ લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના ખાનગી તથા સામાજીક બાબતોને લગતા પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે…
Read Moreજૂનાગઢ જિલ્લામાં તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુશાસન સપ્તાહની ઉજવણી કરાશે
સુશાસન સપ્તાહની ઉજવણીના આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણૂક હિન્દ ન્યુઝ, જૂનાગઢ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન માટે આજે જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તા.૨૫ થી ૩૧ સુધી યોજાનાર કાર્યક્રમોના સૂચારૂ આયોજન માટે નોડેલ અધિકારીઓની નિમણૂક કરવા સાથે જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર જિલ્લાકક્ષાએ નહીં પરંતુ તાલુકા મથકે પણ આયોજન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોવિડ-૧૯…
Read Moreઆજના ગુરુ પુષ્યામૃતમાં ૬૭૭ વર્ષ બાદ ગુરૂ અને શનિ એકજ રાશિ માં, ગુરુ પુષ્યામૃતમાં ડભોઇ નગર અને તાલુકાના લોકો સોના ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા
હિન્દ ન્યુઝ, ડભોઈ જેમ શુભ મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા પૂરુ ફળ આપે છે, તેવી જ રીતે શુભ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી સુખ-સમૃદ્ધિ લાવે છે. ધર્મ અને જ્યોતિષમાં ગુરુ પુષ્યામૃત નક્ષત્રને ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ વખતે ખરીદી માટેનો આ શુભ સમય દિવાળી અને ધનતેરસ પહેલા આવી રહ્યો છે. આ દિવસે ખરીદી અને રોકાણ કરવાથી ઘણો ફાયદો થાય છે. ગુરુ-પુષ્ય નક્ષત્ર આજે સવારે ૯:૪૨ કલાકથી શુભ અવસર શરૂ થાય છે આખો દિવસ ગુરુ પુષ્યામૃત યોગ થતો હોય છે. જેથી ડભોઇ નગરના સોની…
Read Moreઆઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગની અનોખી પહેલ પોરબંદર જીલ્લાની૧૩,૧૦૦ થી વધુ કિશોરીઓ મને ગર્વ છે કે હુ મોટી થઇ રહી છુ થીમ પર સેટકોમ કાર્યક્રમ નિહાળશે
હિન્દ ન્યુઝ, પોરબંદર સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ(SAG) યોજના ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૧થી૧૪વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને પોષણ તથા આરોગ્ય શિક્ષણ અને જીવન કૌશલ્ય શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ૧૫થી૧૮વર્ષની કિશોરીઓ માટે પુર્ણાયોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ૧૫થી૧૮ વર્ષની તમામ કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને સાથે સાથે આરોગ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નકકી કરેલ કેલેન્ડર મુજબ આ મહિને HB ક્વીન હરીફાઈ…
Read Moreઅખિલ ભારતીય કોલી/કોરી સમાજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી નાં જન્મદિવસ નિમિત્તે ભાવનગર ટીમ દ્વારા કેક ઉત્સવ નહી પરંતુ વૃક્ષારોપણ કાર્યક્રમ અને સાથે સાથ વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી નાં જન્મદિવસ નિમિત્તે ભાવનગર ટીમ દ્વારા કેક ઉત્સવ નહી પરંતુ વૃક્ષારોપણ કાર્યક્રમ અને સાથે સાથ વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ભાવનગર જીલ્લા સો.મીડિયા પ્રમુખ શૈલેષભાઈ બાંભણીયા. કોલી /કોરી સમાજ ભાવનગર જિલ્લા પ્રમુખ રસીકભાઈ રાઠોડ , ગીતાનગર અકવાડા યુવા પ્રમુખ, મુનાભાઇ સોલંકી, સુરેશભાઈ રાઠોડ, બારૈયા તુષારભાઇ બટુકભાઈ તેમજ કોળી સમાજ ની ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તેમાં યુવા સેના ભાવનગર જિલ્લા પ્રમુખ જાડેજા દિવ્યરાજસિંહ (ખીજદળ), યુવા સેના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ…
Read Moreઅમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા
હિન્દ ન્યુઝ, અમરેલી આગામી દિવસોમાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસનો તહેવાર આવતો હોય તેમજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.વી.વાળાએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૭/૮/૨૦૨૧ થી તા. ૨૧/૮/૨૦૨૧ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ. કોઇ આકૃત્તિઓ અથવા…
Read More