હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’ના નખત્રાણા તાલુકાના મોરઝર ગામે “સંત પુંજલડાડા જો અખાડો” ખાતે કચ્છી સાહિત્યકલા સંઘ, મોરઝર દ્વારા કરાયેલા સન્માનમાં પ્રેરક હાજરી આપી હતી. પદ્મશ્રી સન્માન અને ગ્રંથ પ્રકાશનના અવસરે પધારેલા વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ‘“પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’ ગુજરાત અને કચ્છનું ગૌરવ છે, જેને પોંખવાનું સૌભાગ્ય આજે મળ્યું છે. કચ્છી સાહિત્યને, કચ્છી બોલીને સમૃધ્ધ કરવાના તેમના પ્રયાસો પ્રશંસનીય છે. મા કચ્છી બોલીના સેવાવ્રતધારી પદ્મશ્રી નારાયણ જોશીનું પોતાના વિસ્તારના લોકોમાં સન્માન થાય તેનો આનંદ છે. સારસ્વતોનું સન્માન સમાજ અને…
Read MoreCategory: Uncategorized
અવસર લોકશાહીનો “આપણા સૌનો એક જ નિર્ધાર, બાકી ન રહે કોઈ મતદાર”
હિન્દ ન્યુઝ, બોટાદ “હું અચૂક મતદાન કરીશ” લોકશાહીના સૌથી મોટા ઉત્સવ એટલે કે ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જળવાય તે માટે ચૂંટણી તંત્રએ વિવિધ પ્રયોગો હાથ ધર્યાં છે.ત્યારે બોટાદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત લોકો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં નાગરિકો પાસેથી અલગ અલગ કાર્યક્રમોમાં આ મોકો મતદાન કરવાને કાજે, આગળ આવો લોકો, લોકશાહી આપણાંથી, મતદાન કરો ગર્વથી, મતદાન એ જ લોકહિતનું કાર્ય, આપણો મત અમૂલ્ય, અવશ્ય મતદાન કરીએ, મતદાન કરી નિભાવી નૈતિક ફરજ છે, લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ આપણી…
Read Moreરાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી હેઠળ કચ્છ જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે.
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી હેઠળ કચ્છ જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. તા.૫ ઓકટોબરના સવારે ૧૦ કલાકે રાપર તાલુકાના કાનમેર, સાંજે ૫ કલાકે ભચાઉ તાલુકાના નંદગામ ખાતે નશાબંધી પ્રચાર, લોકસાહિત્ય અને મિમિક્રીનો કાર્યક્રમ યોજાશે. તા.૬ ના સવારે ૯ કલાકે અંજાર તાલુકાના સાપેડામાં સરકારી માધ્યમિક શાળા ખાતે તથા સવારે ૧૧ કલાકે માધ્યમિક શાળા રતનાલ ખાતે ” નશો ન કરશો કોઇ” શીર્ષક સાથે વ્યસન મુક્તિ નાટક યોજાશે. તા.૭ના સવારે ૧૦ કલાકે આદર્શ મહાવિદ્યાલય ગાંધીધામ ખાતે વ્યસનની નકારાત્મક અસરો…
Read Moreનવરાત્રિના પહેલાં નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવાનોને રોજગાર
હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે…
Read Moreભુજ નો કિશોર પાવર લીફટીંગ માં રાષ્ટ્રીય ચેમ્પીઓન બન્યો
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ નો ૧૭ વરસનો વત્સલ મહેશ્વરી પાવર લીફટીંગ જેવી અતિ કઠીન શારીરિક બળ અને કળ માંગી લેતી રમત માં ૪૬૦ કિલો વજન ઊંચકી સબ જુનિયર વિભાગ ની રાષ્ટ્રીય ચેમ્પીઓન્શીપ હાંસલ કરી છે.અત્રે ની ચાણક્ય સંચાલિત ફીઝીઓથેરાપી કોલેજમાં સાડા ચાર વરસના ડિગ્રી અભ્યાસક્રમ ના પ્રથમ વરસમાં પ્રવેશ મેળવનાર વત્સલણે ગોલ્ડ મેડલ, ટ્રોફી મળેલ છે આ સ્પર્ધામાં દેશ ભર માંથી પોતાના રાજ્યો માં રાજ્ય ચેમ્પીઓન થયેલા ૪૫ સ્પર્ધકો એ ૬૬ કિલો વજન ની અઢાર વરસ ની નીચેનાઓ માટે ની કેટેગરી ભાગ લીધો,જેમાં…
Read Moreસખી મંડળો અને સ્વસહાય જુથોની સતત કરે છે દરકાર મહિલાઓની આત્મનિર્ભરતા માટે પ્રયત્નશીલ ડબલ એન્જિનની સરકાર
હિન્દ ન્યુઝ, બોટાદ “સરકાર તરફથી 17 લાખ 50 હજાર રૂપિયાની સહાય મળ્યા બાદ અમારા સ્વસહાય જુથની 150 બહેનો તમામ ક્ષેત્રે પગભર બની છે. સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળતા અમારી બહેનો આત્મસન્માન સાથે જીવી રહી છે અને આત્મનિર્ભર બની છે.” આ શબ્દો છે બોટાદ જિલ્લાના રાણપુરમાં રહેતા યાસ્મીનબેન વોરાના. સખી મંડળો અને સ્વસહાય જુથોને વેગ મળે અને આપણી બહેનો સન્માનપૂર્વક જીવન જીવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. બહેનો ઉદ્યોગો શરૂ કરી શકે, તેને સરળતાથી ચલાવી અને પોતાના ઘર-પરિવારનું ગુજરાન કરી શકે તે માટે સરકારનો સંવેદનશીલ અભિગમ નવી…
Read Moreભાવનગરના સિહોર તાલુકામાં પોલિયો રસીકરણ ઝૂંબેશ યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે સિહોર અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિહોર સી.એચ.સી. હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઇ હતી. જિલ્લાની તમામ આશાવર્કર બહેનોની હડતાલ હોવા છતાં તેઓએ માતૃભાવનાના દર્શન સાથે બાળકોને પોલિયા રસી માટે આગળ આવ્યાં હતાં. ભાવનગર જિલ્લામાં આશાવર્કર બહેનોની હડતાળ હોવાં છતાં તેઓએ રાષ્ટ્રભાવના તેમજ માતૃભાવના સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ત્રી-દિવસીય પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આજ રોજ એટલે કે, પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરાઇ હતી. સતત રસીકરણ અભિયાનને કારણે ભારત આજે પોલિયોમુક્ત દેશ…
Read Moreગીર સોમનાથમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તા.૧૭ સપ્ટે.ના રોજ “વિશ્વાસથી વિકાસ યાત્રા”કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથમાં પણ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ કેશ ક્રેડીટ કેમ્પ યોજાશે. નગરપાલીકા ટાઉનહોલ,વેરાવળ ખાતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સ્વસહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ તા.૧૭-૯-૨૦૨૨ નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના અંતર્ગત ગ્રામસંગઠનોને કેશ ક્રેડીટ કેમ્પના વિવિધ લાભો એનાયત કરવામાં આવશે તેમજ વિશ્વાસથી વિકાસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે.
Read Moreરાધનપુર બજાર ખાતે વેપારીઓ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર મેન બજારમાં બસ ડેપો થી પટણી દરવાજા સુધી કાદવ કિચડ ખાડા અને ગંદકીના કારણે વેપારીઓ ત્રાહિમામ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેન બજારમાં બસ સ્ટેન્ડ થી પટણી દરવાજા સુધી કાદવ કિચડ ખાડા અને ગંદકીના કારણે વેપારીઓ ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.વેપારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી નાયબ કલેકટર કચેરી ખાતે રામધૂન બોલી વિરોધ દર્શાવવામાં આવશે તેમજ રાધનપુર બજારમાંથી ગંદકી દૂર કરવાની માગણી સાથે રાધનપુર વેપારી એસોસિયન દ્વારા આવેદનપત્ર આપી માંગણી રજૂ કરાશે એવું જણાવ્યું હતું. રાધનપુર શહેર માં વેપારીઓ ત્રાહિમામ…
Read More